Site icon

Jaya Bachchan: પૅપ્સે જયા બચ્ચન સામે ગુસ્સો ઠાલવ્યો, પૌત્ર અગસ્ત્યની ‘ઇક્કીસ’ ફિલ્મના પ્રમોશનમાં સાથ આપવાનો ઇનકાર!

Jaya Bachchan: જયા બચ્ચને પાપારાઝી પર આપત્તિજનક કમેન્ટ કરી. એવામાં પપારાઝી તેમનાથી નારાજ થઈ ગયા છે. કેટલાક કહી રહ્યા છે કે જયા બચ્ચનનો બાયકૉટ કરો. તો વળી કેટલાક કહી રહ્યા છે કે હવે પોતાના પૌત્રની ફિલ્મ પૅપ્સ વિના પ્રમોટ કરી લો

Paparazzi angry at Jaya Bachchan

Paparazzi angry at Jaya Bachchan

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જયા બચ્ચનનો પાપારાઝી સાથે હંમેશાથી ખટ્ટા-મીઠા સંબંધ રહ્યો છે. જોકે, વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે જયાએ આપત્તિજનક નિવેદન આપ્યું.  એક ઇવેન્ટમાં  જયાએ પાપારાઝી વિશે કહ્યું, “આ લોકો કોણ છે? તમે તેમને મીડિયા કહો છો? આ જે બહાર ગંદા પૅન્ટ પહેરીને, હાથમાં મોબાઇલ લઈને ઊભા રહે છે… તેમને લાગે છે કે તેમની પાસે મોબાઇલ છે તો તે તમારો ફોટો લઈ શકે છે અને જે ઈચ્છે તે કહી શકે છે. અને જે પ્રકારના કમેન્ટ્સ તે કરે છે — આ લોકો કેવા પ્રકારના લોકો છે? ક્યાંથી આવે છે? કેવી શિક્ષણ છે? શું બૅકગ્રાઉન્ડ છે?”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ ૧૯ ના ગ્રાન્ડ ફિનાલેની ડેટ ફાઇનલ, વિજેતા બનવા માટે કયા સેલેબ્સ વચ્ચે થશે ટક્કર?

‘અમે ‘મીડિયા’ નથી, પણ અમે સોશિયલ મીડિયા છીએ’

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા એક પાપારાઝી એ કહ્યું, “તેમણે જે કહ્યું, તે ખરાબ છે. તેમના પૌત્ર અગસ્ત્યની ફિલ્મ ‘ઇક્કીસ’ રિલીઝ થવાની છે, શું થશે જો પૅપ્સ પ્રમોશન કવર કરવા નહીં આવે? અમિતાભ જી દર રવિવારે તેમના ઘરની બહાર આવે છે, કોઈ મોટો મીડિયા તેને કવર નથી કરતો, આ અમે પૅપ્સ છીએ. કોઈને તેના દેખાવના આધાર પર જજ કરવું, જે લોકો દિવસ-રાત મહેનત કરે છે… તે કદાચ એવું વિચારી રહ્યાં હશે કે અમે ‘મીડિયા’ નથી, પણ અમે સોશિયલ મીડિયા છીએ.અન્ય એક એ કહ્યું,“હું જયા જીની બહુ ઇજ્જત કરું છું, પણ તે હજી સુધી ડિજિટલ જમાના સાથે ઇવૉલ્વ નથી થઈ. પ્રિન્ટથી ડિજિટલમાં બદલાવ તેમના માટે સમજવું મુશ્કેલ છે, કદાચ તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીઓ તેમને સમજાવી શકે.


અન્ય એક પાપારાઝી કહે છે, “હું એટલા વર્ષોથી બિઝનેસમાં છું અને જ્યારે પણ સૅલેબ્સે કંઈ કહ્યું, મેં તેમની ઇજ્જત કરી. મને દિલ્હીથી અમિતાભ જીનો એક વિડિયો મળ્યો હતો. એક ફૅન સેલ્ફી માટે આગળ વધી, તેમણે ખરાબ રીતે ધક્કો મારી દીધો, બૂમો પાડી. તેમની ઉંમર અને ઇમેજ જોઈને, મેં તેને તેમના પીઆરને મોકલ્યો, જેમણે મને ખૂબ રિક્વેસ્ટ કરી કે હું તેને પોસ્ટ ન કરું તેથી મેં ન કર્યો. અમે તેમની ઇજ્જત રાખી. હું એ નથી કહી રહ્યો કે ફીલ્ડ પર બધા છોકરાઓ સાચા છે, મેં તેમને પહેલા પણ પોતાની ભાષાનું ધ્યાન રાખવા માટે કહ્યું છે. પણ તેમને ખબર હોવી જોઈએ – જે પૅપ્સને તે ટાર્ગેટ કરી રહ્યાં છે, શું તે બધા પૅપ્સ છે કે યુટ્યુબર્સ અને ફૅન્સ પણ તેમાં સામેલ છે? કોઈને આમ ખરાબ ન બોલો. મેં મારા કલીગ્સને કહ્યું કે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ રાખીએ અને તેમનો બાયકૉટ કરીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version