Site icon

સૈફ અલી ખાન ના પુત્ર ઈબ્રાહિમને પાપારાઝીએ કહ્યું ‘આર્યન’, સ્ટાર કીડે આપી આવી પ્રતિક્રિયા; જુઓ વાયરલ વીડિયો

News Continuous Bureau | Mumbai

સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહને(Saif Ali Khan-Amruta Singh) બે બાળકો સારા અલી ખાન(Sara ali khan) અને ઈબ્રાહિમ અલી ખાન(Ibrahim ali khan) છે. જ્યારે સારા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી(bollywwod actress) છે અને તે સતત એક પછી એક અનેક પ્રોજેક્ટ્સ મેળવી રહી છે, ત્યારે ઈબ્રાહિમે હજી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કર્યું નથી. સ્ટાર કિડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈબ્રાહિમ તેના મિત્રો સાથે પાર્ટી કરવાનું પણ પસંદ કરે છે. હવે તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

હાલમાં જ સ્ટાર કિડ (Star kid) મુંબઈમાં(Mumbai) તેની બોય ગેંગ સાથે જોવા મળ્યો હતો. ઈબ્રાહિમ(Ibrahim) પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક કેમેરામેને(Cemera) ફોટો માટે પાછળથી તેનો હાથ પકડી લીધો. આ પછી પાપારાઝી (Paparazzi)તેને 'આર્યન' (Aryan Khan)કહેવા લાગ્યા. આર્યન ખાન શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો (Shahrukh-Gauri)પુત્ર છે. આ સાંભળીને ઈબ્રાહિમ(Ibrahim) હસવાનું રોકી શક્યો નહીં. તેણે હસીને પાપારાઝી તરફ જોયું.આ વીડિયો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને તેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ તો યુવાન સૈફ જેવો જ છે. અન્ય એક યુઝરે લખ્યું, ઈબ્રાહિમ ક્યૂટ અને ચાર્મિંગ છે. અન્ય એક યુઝરે લખ્યું, જો ત્યાં કોઈ અન્ય હોત તો તે ગુસ્સે થયો હોત પરંતુ તે હસ્યો અને પોઝ આપ્યો.

આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચન ને પિતા અમિતાભ માટે લાગે છે ખરાબ; જાણો શા માટે અભિનેતા એ કહી આવી વાત

ઈબ્રાહિમ હાલમાં કરણ જોહરને(Karan Johar) તેની આગામી દિગ્દર્શિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં મદદ કરી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, ઇબ્રાહિમનું (Ibrahim)નામ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની(palak tiwari) સાથે જોડવામાં આવ્યું હતું. વાસ્તવમાં બંને મુંબઈની(Mumbai) એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે પલક અને ઈબ્રાહિમ સાથે જોવા મળ્યા હતા.ત્યારથી, બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ(viral) થઈ અને નેટિઝન્સે  એવો ક્યાસ લગાવ્યો કે શું બંને ડેટિંગ કરી રહ્યાં છે. જો કે આ અંગે બંને પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version