Parag Tyagi-Shefali Jariwala: શેફાલી ના નિધન થી ભાંગી પડેલા પરાગ ત્યાગી એ તેની પત્ની માટે લખી ઈમોશનલ નોટ, વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

Parag Tyagi-Shefali Jariwala: શેફાલી જરીવાલાના અવસાનના 6 દિવસ પછી પતિ પરાગ ત્યાગીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ લખી છે.

by Zalak Parikh
Parag Tyagi’ Emotional Tribute to Late Wife Shefali Jariwala

News Continuous Bureau | Mumbai

Parag Tyagi-Shefali Jariwala: 27 જૂન, 2025ના રોજ ‘કાંટા લગા’ ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલા ના અચાનક અવસાનથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને તેમના પરિવારજનોમાં શોકની લાગણી છે. તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી  એ હવે તેના માટે એક ભાવુક નોટ લખી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: અભિષેક બચ્ચન ના મતે ઐશ્વર્યા નહીં આ વ્યક્તિ છે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી, ‘કાલીધર લાપાતા’ ના પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો

‘મારી પરી’ – પરાગ ત્યાગીનો ભાવનાત્મક સંદેશ

પરાગે લખ્યું: “શેફાલી, મારી પરી – હંમેશા માટે કાંટા લગા – તે માત્ર દેખાવ નહીં, પણ ગ્રેસમાં લપેટાયેલી આગ હતી. તે શાર્પ અને ફોકસ્ડ હતી. પોતાના મન, શરીર અને આત્માને શાંતિભર્યા સંકલ્પથી પોષતી હતી.” પરાગે આગળ લખ્યું કે શેફાલી પ્રેમનો સૌથી નિસ્વાર્થ સ્વરૂપ હતી. “તે દરેક માટે માતા જેવી હતી, હંમેશા બીજાને પ્રથમ સ્થાન આપતી. એક પ્રેમાળ પત્ની, એક અદ્ભુત માતા, એક દયાળુ બહેન અને એક વફાદાર મિત્ર હતી.”

 

View this post on Instagram

 

A post shared by Parag Tyagi (@paragtyagi)


શેફાલીનું અવસાન કાર્ડિયક અરેસ્ટ થી થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું છે. એવું માનવામાં આવે છે કે એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ માટે લીધેલી દવાઓના કારણે આ ઘટના બની. પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More