Parineeti :  પરિણીતી અને રાઘવ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ કર્યું આ કામ,લોકો થયા ઈમ્પ્રેસ, જુઓ વાયરલ વીડિયો

પરિણીતી અને રાઘવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ મે મહિનામાં સગાઈ કરી હતી. સગાઈ બાદ ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હાલમાં જ આ કપલ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાંથી બંનેની કેટલીક તસવીરો સામે આવી હતી. તે જ સમયે, એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરિણીતી અને રાઘવ ગુરુદ્વારામાં સેવા આપવા આવી રહ્યા છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પરિણીતી- રાઘવે આપી સેવા

પરિણીતી અને રાઘવનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંનેએ ભક્તો સાથે ગુરુદ્વારામાં સેવા પણ કરી હતી. આ દરમિયાન બંનેએ લંગરના વાસણો ધોયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી અન્ય લોકો સાથે બાબાની સેવામાં વાસણો સાફ કરી રહી છે. આ દરમિયાન કપલ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યું હતું. પરિણીતીએ ઓફ-વ્હાઈટ કુર્તા પાયજામા સેટ પહેર્યો હતો, જ્યારે બીજી તરફ રાઘવે ગ્રે જેકેટ સાથે સફેદ કુર્તો પહેર્યો હતો. સગાઈ બાદ બંને પહેલીવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી છે. જે પાછળથી ક્લિક કરવામાં આવી હતી .

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલ ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. કપલને થોડા દિવસો પહેલા રાજસ્થાન એરપોર્ટ પર જોવામાં આવ્યું હતું, ત્યાર બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Giant waves : કુદરત સાથે ચેડા કરવા પડી શકે છે ભારે.. દરિયાના મોજાની થપાટ લાગતા એક જ ઝાટકે ઈમારત થઈ ધરાશાયી, જુઓ વીડિયો..

Join Our WhatsApp Community

You may also like