News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અહેવાલ છે કે તે AAP નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે. હાલમાં જ બંને મુંબઈમાં સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી, બંનેના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ તેમના સંબંધો અંગે કંઈ કહ્યું નથી. પરંતુ હવે આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરા એ બંને વચ્ચેના સંબંધોને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે.
આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરા એ કર્યું ટ્વીટ
AAP સાંસદ સંજીવ અરોરા પહેલેથી જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે. તસવીરો શેર કરતાં સાંસદે ટ્વીટ કર્યું, ‘હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યુનિયનને પ્રેમ, સુખ અને સાથીદારી નો આશીર્વાદ મળે. મારી શુભેચ્છાઓ. AAP સાંસદના અભિનંદન પછી, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે કપલે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોય તેવું લાગે છે. જોકે આ બાબતમાં કોઈ સત્ય નથી.તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગના સમાચારો ચર્ચામાં છે. જો કે બંનેએ અત્યાર સુધી આ અહેવાલો પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. ત્યારબાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, ‘મને રાજનીતિના પ્રશ્નો પૂછો, પરિણીતિ ના નહીં.’
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
વિદેશ માં ભણતા હતા પરિણીતી અને રાઘવ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ઇન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સથી નવાજવામાં આવ્યા હતા. દેશમાં પ્રથમ વખત કોઈને આ સન્માન મળ્યું છે. બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે પરિણીતી ચોપરાએ યુકેની માન્ચેસ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.