News Continuous Bureau | Mumbai
Parineeti chopra: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્ન કર્યા છે. કપલ ના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.. આ રોયલ લગ્નના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક પછી એક આવા વીડિયો સામે આવી રહ્યા છે જે ચાહકોનું દિલ જીતી રહ્યા છે. દરમિયાન, તાજેતરમાં પરિણીતીની ચૂડા સેરેમનીની એક તસવીર સામે આવી છે, જેને તેની કાકી એટલે કે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ શેર કરી છે.
વાયરલ થઇ પરિણીતી ની ચુડા સેરેમની ની તસવીર
સામે આવેલી તસવીર માં પરિણીતી પીળા રંગનો સલવાર સૂટ પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન પરિણીતી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. તેમજ મિનિમલ મેકઅપ સાથે પરિણીતી નું હાસ્ય તેને ખૂબ જ સુંદર બનાવતું હતું.આ ફોટામાં પરિણીતી તેની કલીર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
View this post on Instagram
પરિણીતી અને રાઘવ ના લગ્ન
પરિણીતી અને રાઘવ ના લગ્ન માં બન્ને નો આખો પરિવાર હાજર હતો. બન્ને એ ધામધૂમ થી અને રોયલ અંદાજ માં એક બીજા સાથે સાત ફેરા લીધા હતા. પરિણીતી અને રાઘવ ના લગ્ન માં બોલિવૂડ થી લઇ ને રાજનેતા સહિત ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી.પરંતુ જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તેણે હાજરી આપી ન હતી. જે હતી પરિણીતી ની બહેન પ્રિયંકા ચોપરા. વાસ્તવમાં પ્રિયંકા કામના કારણે લગ્નમાં હાજર રહી શકી ન હતી.
આ સમાચાર પણ વાંચો : Parineeti chopra: રાઘવ ના પ્રેમ માં ડૂબેલી જોવા મળી પરિણીતી ચોપરા, અભિનેત્રી એ શેર કરી તેના લગ્ન ની ખાસ પળ, જુઓ વિડીયો