News Continuous Bureau | Mumbai
Parineeti chopra: બોલિવૂડ અભિનેતી પરિણીતી ચોપરા એ આમ આદમી પાર્ટી ના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. પરિણીતી ના અભિનય કરિયર ની વાત કરીએ તો પરિણીતી બહેન પ્રિયંકા ની જેમ બોલિવૂડ માં સફળ રહી નથી. હવે રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન પછી, એવી અટકળો છે કે તે રાજકારણમાં તેની નવી ઇનિંગ્સ શરૂ કરી શકે છે. તાજેતરમાં પરિણીતીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. .
આ સમાચાર પણ વાંચોઃ Kolkata international film festival 2023:કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મમતા બેનર્જી એ આ બોલિવૂડ સેલેબ્સ સાથે લગાવ્યા ઠુમકા,વિડીયો થયો વાયરલ
પરિણીતી એ રાજકારણ માં જવા ની પાડી ના
તાજેતરમાં પરિણીતી ચોપરા ને મીડિયા ઇન્ટરવ્યૂ પૂછવામાં આવ્યું કે શું તેણીને રાજકારણમાં રસ છે, તો તેણે હસીને કહ્યું, ‘હું એક અભિનેત્રી છું, તે રાજકારણી છે. તે બોલિવૂડ વિશે કંઈ જાણતો નથી અને હું રાજકારણ વિશે કંઈ જાણતી નથી. આ કારણે અમારું લગ્નજીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. ‘આવી સ્થિતિમાં પરિણિતીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેનું રાજકારણમાં આવવાનું કોઈ સપનું નથી.