Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 માં મેડલ જીત્યા બાદ ખુશી થી ઝૂમી ઉઠી નીતા અંબાણી, મનુ ભાકર માટે કહી આ વાત

Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત પર નીતા અંબાણી એ તેના માટે ખાસ સંદેશ પાઠવ્યો છે

by Zalak Parikh
paris olympics 2024 nita ambani praises manu bhaker

News Continuous Bureau | Mumbai

Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતેપહેલો મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે.મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં 221 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત પર નીતા અંબાણીએ તેના માટે ખાસ સંદેશ પાઠવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Farah khan mother death: આને કહેવાય મિત્રતા,માતા ના નિધન થી ભાંગી પડેલી ફરાહ ખાન ને સાંત્વના આપવા પરિવાર સાથે પહોંચ્યો શાહરુખ ખાન,જુઓ વિડીયો

નીતા અંબાણી નો સંદેશ 

નીતા અંબાણી એ મનુ ભાકર માટે એક સંદેશ પાઠવ્યો છે જેમાં લખ્યું છે કે, ‘એક અકલ્પનીય ક્ષણ! અમારી સૌથી યુવા મહિલા શૂટરે પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ સાથે ભારતની ટેલીમાં શરૂઆત કરી છે. અભિનંદન, મનુ ભાકર! ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને આમ કરનારી અમારી સૌથી યુવા ભારતીય શૂટર તરીકે, તમે ઇતિહાસ રચ્યો છે. મને ખાતરી છે કે આજે તમારી સફળતા ભારતભરના યુવા રમતવીરોને મોટા સપના જોવા અને તેમનું સર્વસ્વ આપવા માટે પ્રેરિત કરશે. ભારતનો ધ્વજ ઊંચો લહેરાતો રાખો. ગો ઈન્ડિયા ગો અમને બધાને ગૌરવ અપાવો!” નીતા અંબાણી, IOC સભ્ય’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


નીતા અંબાણી વર્ષ  2016 રિયો ઓલિમ્પિક દરમિયાન IOCની સભ્ય બની હતી. હવે તેઓ બીજી વાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ની સભ્ય બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More