News Continuous Bureau | Mumbai
મહેશ ભટ્ટે(Mahesh Bhatt) તેની અને પરવીન બાબીની(Parveen Babi) લવ સ્ટોરીને (love story) સ્ક્રીન પર રજૂ કરી છે. તેમના એક્સ્ટ્રા મેરિટલ અફેરની(Extramarital affair) વાર્તા ફિલ્મ ‘અર્થ’માં જોવા મળી છે. જ્યારે ફ્લોપ અને પરિણીત નિર્દેશક(Married director) મહેશ ભટ્ટ પરવીન બાબીના સંબંધમાં આવ્યા ત્યારે તે દિવસોમાં બંનેની કહાની ચર્ચામાં હતી. મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે કબીર બેદી(Kabir Bedi) સાથેના બ્રેકઅપ પછી પરવીન અને તેની નિકટતા કેવી રીતે વધી. પછી તેને પરવીનની માનસિક સ્થિતિ(mental state) વિશે કેવી રીતે ખબર પડી અને બીમારી બાદ એક દિવસ પરવીન દુનિયા છોડી ગઈ.
મહેશ ભટ્ટે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના અને પરવીનના સંબંધોની શરૂઆત 1977માં થઈ હતી. તે સમયે તે કબીર બેદી સાથેના બ્રેકઅપ બાદ ઈટાલીના(Italy) એક શોમાંથી પરત ફરી હતી. તે સમયે પરવીન ટોચની સ્ટાર હતી અને મહેશ ભટ્ટ ફ્લોપ ફિલ્મ સર્જક હતા. મહેશ ભટ્ટ તેમની પત્ની લોરેન(Lauren) અને પુત્રી પૂજાને છોડીને પરવીન સાથે રહેવા ગયા હતા.મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે 1979માં એક સાંજે તે પરવીન બાબી ના જુહુ એપાર્ટમેન્ટમાં(Juhu Apartment) ગયો હતો. પરવીનની માતા જમાલ બાબી ત્યાં હતી. તેણે બબડાટ કરીને કહ્યું, જુઓ પરવીનને શું થયું. જ્યારે હું બેડરૂમમાં પહોંચ્યો તો ડ્રેસિંગ ટેબલ પર લાઇનમાંથી ઘણા પરફ્યુમ રાખવામાં આવ્યા હતા. મેં ત્યાં જે નજારો જોયો એ જોઈને મારા રૂવાંટા ઉભા થઈ ગયા. પરવીન ફિલ્મી કોસ્ચ્યુમ પહેરીને ખૂણામાં બેઠી હતી. તે કોઈ ભયાનક પ્રાણી જેવી દેખાતી હતી. તેના હાથમાં રસોડાની છરી હતી.મહેશ ભટ્ટે પરવીનને પૂછ્યું કે તે શું કરી રહી છે, તેણીએ જવાબ આપ્યો, "શ્શ્શ્શ… વાત ન કરો." રૂમમાં જાસૂસી કેમેરા છે. તેઓ મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મારા પર ઝુમ્મર પાડશે. તેણીએ મારો હાથ પકડ્યો અને મને બહાર લઇ ગઈ. તેની માતાને જોઈને લાગતું હતું કે આ પહેલા પણ આવું બન્યું હતું. આ રીતે મહેશ ભટ્ટને પરવીન બાબીની બગડતી હાલત વિશે ખબર પડી. પરવીનની હાલત વિશે ઘણી વાતો ફેલાઈ હતી. કેટલાકે કહ્યું કે તેમની સફળતાને કારણે તેના ઉપર કાળો જાદુ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક માને છે કે તેમનામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : કોણે કર્યો શૈલેષ લોઢા સાથે દગો – પોસ્ટ શેર કરીને વ્યક્ત કર્યો પોતાનો ગુસ્સો-ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
મહેશ ભટ્ટ મનોચિકિત્સકોને(Psychiatrists) મળ્યા જેમણે કહ્યું કે તેમને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા(Paranoid schizophrenia) છે. તે આનુવંશિક બાયોકેમિકલ ડિસઓર્ડર(Biochemical disorders) હતો. પરવીનને ઘણા ડર હતા. બીમારીના બહાને તેને લોકોથી દૂર રાખવામાં આવી હતી. પરવીન બાબીનું 22 જાન્યુઆરી 2005ના રોજ ડાયાબિટીસની તકલીફોને કારણે અવસાન થયું હતું. મહેશ ભટ્ટને તેમના મોબાઈલ પર એસએમએસ દ્વારા તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, મહેશ ભટ્ટનું પરવીન બાબી સાથે 1977 થી 1980 સુધી અફેર હતું.મહેશ ભટ્ટમાને છે કે પરવીન વિના તે કંઈ જ ન હોત. તેણી તેના અસ્તિત્વમાં ‘અર્થ’ લાવી હતી.