Site icon

પહેચાન કૌન- તસવીરમાં દેખાતો નાનો બાળક આજે કરે છે બોલિવૂડ પર રાજ, પહેલી નજરે ઓળખવો બન્યો મુશ્કેલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો ની બાળપણ ની તસવીરો વાયરલ થતી જ રહે છે હવે આ યાદી માં બોલિવૂડ ના સુપરસ્ટાર નું નામ પણ જોડાયું છે જેના બાળપણ ની તસવીર સામે આવી છે જેને જોઈને તેને ઓળખવો મુશ્કેલ બને છે.

pathaan actor shah rukh khan childhood photo goes viral

પહેચાન કૌન- તસવીરમાં દેખાતો નાનો બાળક આજે કરે છે બોલિવૂડ પર રાજ, પહેલી નજરે ઓળખવો બન્યો મુશ્કેલ

News Continuous Bureau | Mumbai

 હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોના બાળપણના ફોટા ( childhood photo ) અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ ( viral ) થતા હોય છે. હવે આ યાદીમાં વધુ એક સુપરસ્ટારનું નામ જોડાયું છે. હાલમાં જ એક નાના બાળકનો ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો બીજા કોઈ નહીં પણ બોલિવૂડ પર રાજ કરનાર અભિનેતાનો ( shah rukh khan ) છે. જો તમે પણ ફોટો જોઈને આ સ્ટારને ઓળખી શક્યા નથી, તો ચાલો તમને જણાવીએ.

Join Our WhatsApp Community

 ફોટા માં દેખાતો આ બાળક કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ

ફોટોમાં દેખાતો બાળક બોલિવૂડનો કિંગ એટલે કે શાહરૂખ ખાન છે. ફોટોમાં શાહરૂખ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે અને કેમેરા સામે જોઈને હસતો પણ છે. તસવીરમાં નાના શાહરૂખની સાથે તેની માતા લતીફ ફાતિમા ખાન પણ જોઈ શકાય છે. અભિનેતાની આ તસવીર તેના એક ફેન પેજ પરથી સામે આવી છે. મોટાભાગના લોકો અભિનેતાને પહેલી નજરે ઓળખી શકતા નથી.

આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીની મોટી ખરીદી, આ કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદ્યો… 2850 કરોડમાં સોદો

શાહરુખ ખાન ની આગામી ફિલ્મ

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં ‘પઠાણ’ માં જોવા મળશે. આ ફિલ્મથી શાહરૂખ ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સિવાય તે પોતાના હોમ પ્રોડક્શન ‘જવાન’માં પણ જોવા મળશે.સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. તેની ત્રીજી ફિલ્મ ‘ડન્કી’છે જેનું નિર્માણ રાજકુમાર હિરાની કરી રહ્યા છે. દર્શકો આ ત્રણેય ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે શાહરૂખ છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી શકી નથી.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version