News Continuous Bureau | Mumbai
પઠાણની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો અસલી બાદશાહ છે. અભિનય સિવાય શાહરૂખ પોતાની લક્ઝરી લાઈફ માટે પણ ખૂબ જ ફેમસ છે. તેની પાસે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવા મોંઘા વાહનોનું અદ્ભુત કલેક્શન છે. હવે આ લિસ્ટમાં વધુ એક કારનું નામ જોડાયું છે.
શાહરુખ ખાને ખરીદી ભારત ની સૌથી મોંઘી ગાડી
કિંગ ખાન હાલમાં જ પોતાના ઘરે રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ લાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારની શોરૂમ કિંમત લગભગ 8 કરોડ 20 લાખ રૂપિયા છે. તેમજ તેને કસ્ટમાઇઝ કર્યા પછી, તેની કિંમત 10 કરોડની નજીક પહોંચી જાય છે. આ કારને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આ કાર ભારતની સૌથી મોંઘી કાર છે.આ ક્લિપમાં આ કાર મન્નતની અંદર જતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ કોઈ લક્ઝરી આઈટમના કારણે લાઇમલાઈટમાં આવ્યો હોય. અગાઉ તેના કાંડા પર ઘડિયાળ જોવા મળી હતી. ઘણા અહેવાલોમાં તેની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
#ShahRukhKhan𓀠 new car Rolls-Royce 555 entrying in #Mannat last night 🌙 @iamsrk pic.twitter.com/tU1GWgkC9T
— SRK Khammam Fan club (@srkkhammamfc) March 27, 2023
શાહરુખ ખાન ની ફિલ્મે તોડ્યો બાહુબલી2 નો રેકોર્ડ
નોંધપાત્ર વાત એ છે કે ‘પઠાણ’ની સફળતા બાદ આ દિવસોમાં શાહરૂખના સ્ટાર્સ આસમાન માં છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘બાહુબલી 2’ ને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ પછી ચાહકો તેની ફિલ્મ ‘જવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.