News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ નું સંગીત ફરી એકવાર ચર્ચામાં છે. ‘બેશરમ રંગ’ માં કેસરી રંગ ની બિકીની વિવાદ બાદ હવે ફિલ્મનું ગીત ‘ઝૂમે જો પઠાણ’ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કારણ મ્યુઝિક વીડિયોમાં પહેરવામાં આવેલા કપડા નથી પરંતુ ગીતનું સંગીત છે. ફિલ્મના આ ગીતનું સંગીત ઘણી હદ સુધી શ્રીદેવીની 37 વર્ષ જૂની ફિલ્મના સંગીત સાથે મેળ ખાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બન્ને ગીત
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ ‘નું ટાઈટલ ટ્રેક ઝૂમે જો પઠાણ પહેલા બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રીદેવીની 37 વર્ષ જૂની ફિલ્મ ‘સલ્તનત નું ‘જાનુ જાનમ જાનેમન’ ગીત વગાડવામાં આવે છે. બંને ગીતોનું સંગીત સ્પષ્ટપણે એકસમાન લાગે છે. પરંતુ આનાથી એ સ્પષ્ટ થતું નથી કે સંગીત ને ચોરવામાં આવ્યું છે.
— Gems of Copywood (@GemsOfCopywood) December 22, 2022
સોશિયલ મીડિયા પર લોકોએ કરી આવી કોમેન્ટ
કલ્યાણજી-આણંદજી એ 1986ની ફિલ્મ ‘સલ્તનત’ માટે સંગીત આપ્યું હતું, જ્યારે વિશાલ દદલાની એ ફિલ્મ ‘પઠાણ’ માં ‘ઝૂમે જો પઠાણ’ ગીત માટે સંગીત આપ્યું હતું. જ્યાં સુધી લોકોના રિએક્શનની વાત છે તો લોકો તેને કોપી કરેલ મ્યુઝિક માની રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- અરે, તમે કોપી કરી હોય તો પણ તે બોલિવૂડની હતી.