News Continuous Bureau | Mumbai
સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘ઉચાઈ’ (Uunchai) સ્પેશિયલ સ્ક્રીનિંગમાં (special screening) બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. કાર્યક્રમનું આયોજન અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલ (Anupam Kher acting school) દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ક્રિનિંગનો એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. જેમાં જયા બચ્ચનની એન્ટ્રી જોવા મળી રહી છે. સ્ક્રીનિંગ માટે પહોંચેલી જયા બચ્ચને કંગના રનૌતની (kangana ranaut) અવગણના કરી હતી. આ દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મામલો સંભાળતો જોવા મળ્યો હતો. આ ક્લિપ જોઈને લોકો જયા બચ્ચનને ટ્રોલ (trolled Jaya Bachchan) કરી રહ્યા છે. તે કહે છે કે જયાએ ઘમંડ બતાવ્યું અને કંગનાની અવગણના કરી. ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો.
‘ઉચાઈ’ની સ્ક્રીનિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં દેખાઈ રહ્યું છે કે અનુપમ ખેર મીડિયા સામે પોઝ આપવા માટે જયા બચ્ચનનું સ્ટેજ પર સ્વાગત કરે છે. તેની પાછળ કંગના રનૌત ઉભેલી છે, જે સતત જયા બચ્ચનને હસતી (smiling face) જોઈ રહી છે. જ્યારે જયા બચ્ચન (Jaya Bachchan) કંગનાની નજીક આવી ત્યારે તે હસી અને એવું લાગી રહ્યું હતું કે તેણે ‘હેલો જયા જી’ કહ્યું. જોકે, જયાએ કંગનાને કોઈ જવાબ ન આપ્યો અને અનુપમ ખેર (Anupam Kher) સાથે તસવીરો ક્લિક કરવાનું શરૂ કર્યું.જોકે, લોકોને લાગ્યું કે જયા બચ્ચને કંગનાની અવગણના કરી અને બાજુમાં ઉભેલી મહિલાનું અભિવાદન કર્યું. આ વીડિયો પર ઘણી બધી નેગેટિવ કોમેન્ટ (negative comments) આવી રહી છે.જોકે,જયા ના પુત્ર અભિષેક બચ્ચને કંગના સાથે કોઈ અન્યાય કર્યો ન હતો અને તેને અભિનેત્રી ને ગળે પણ લગાવી હતી.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ
એક યુઝરે લખ્યું છે કે, “જે લોકો જયા જેવા વિશેષાધિકૃત(privilege) નથી તેઓ તેમના માટે નફરતથી ભરેલા છે.” તે તેના લોકોને ખૂબ જ પ્રેમથી મળી રહી છે, લોકો કંગના વિશે ખરાબ બોલે છે પરંતુ પેપ્સ(paparazzi) અને ચાહકો માટે તેના વર્તનને જુઓ.” એકે લખ્યું છે કે, ‘જયા બચ્ચન કંગનાથી ડરે(scared) છે’. એક કોમેન્ટ છે, ‘જયાએ કંગના તરફ નજર પણ નથી કરી’. એક યુઝરે કમેન્ટ કરી છે કે, કંગનાને અવગણી, આ મહિલાને ખૂબ જ ઘમંડ છે, રેખા કેટલી સારી છે.’