ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
ઈલિયાના ડિક્રૂઝ માત્ર દક્ષિણમાં જ નહી પણ બોલીવુડમાં પણ ખૂબ લોકપ્રિય છે. ઈલિયાના ડિક્રૂઝ મોડલ અને અભિનેત્રી છે. અને તેણે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ ઘણુ નામ બનાવ્યુ છે. બોલિવૂડની બ્યૂટીફુલ એક્ટ્રેસ ઈલિયાના ડિસ્કૂઝ પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે.
તાજેતરમાં અભિનેત્રી એ કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોસ માં ઈલિયાના પાણીના ઉંડાણમાં ખૂબ બિન્દાસ્ત અંદાજમાં ડૂબકીયો મારતી જોવા મળી રહી છે. અભિનેત્રી નો અંડરવોટર અવતાર જોઈને તેમના ફેન્સ તેમને 'મર્મેડ' અને 'જલપરી' કહીને બોલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઈલિયાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે બીચ અને પાણીની સાથે હોય તેવા ફોટોઝ શેર કરતી રહે છે એટલા માટે જ ફેન્સ તેને 'વોટર બેબી' કહે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના ડીક્રુઝ અજય દેવગણના પ્રોડક્શનમાં તૈયાર થઈ રહેલી ફિલ્મ ધ બિગ બુલમાં અભિષેક બચ્ચન સાથે નજર આવી હતી. હવે અનફેયર એન્ડ લવલી ફિલ્મમાં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે.