ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જૂન 2021
મંગળવાર
ટેલિવઝન જગતની જાણીતી અભિનેત્રી હિના ખાન પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેના ગ્લેમરસ ફોટોસ અને વિડિયોઝ ચાહકો સાથે શેર કરી અપડેટ આપતી રહે છે.

હિના ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ અને સ્વેગ જોવા યોગ્ય છે. આ તસવીરોમાં હિના ખાન ગ્રીન આઉટફિટમાં ખૂબ જ ક્યુટ લાગી રહી છે.

આ તસવીરોમાં હિના ખાન કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. અભિનેત્રી હિના ખાનનો આ નવો લુક તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને આ લેટેસ્ટ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ખાને તેની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' થી કરી હતી.

ત્યારબાદ તે એકતા કપૂરના શો કસૌટી ઝીંદગી કી 2 અને નાગિન 5માં જોવા મળી હતી. હવે હિના ખાન અને શહીર શેખ સાથે ટૂંક સમયમાં એક નવા વીડિયો સોંગ ‘બારીશ બન જાના’માં સાથે જોવા મળશે. જેનું શૂટિંગ ગયા મહિને જ કરવામાં આવ્યું હતું.