બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તસવીરો, અભિનેત્રીના બોલ્ડ અવતારે લગાવી પાણીમાં આગ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

બુધવાર

બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ફોટા શેર કરે છે.તેણે સોશિયલ મીડિયા પર પોતાનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં ઇશાના બોલ્ડ અંદાજને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઇશાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં તે તેના પરફેક્ટ કર્વ્સ અને ફ્લોરલ સ્વિમસૂટ પહેરીને ફીગર ફ્લોન્ટ કરી રહી છે.  તેના વાંકડિયા વાળ બીચ વિસ્તાર માટે એકદમ પરફેક્ટ લુક આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ આ તસવીરો થોડી વારમાં વાયરલ થઈ ગઈ. આપને જણાવી દઇએ કે ઇશા એક ફિટનેસ ફ્રીક પણ છે અને યોગ કરતી વખતે તેના ફોટા તેના ફેન્સ સાથે શેર કરે છે.

  

ઇશાની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2012 માં ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે રુસ્તમ, ટોટલ ધમાલ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ફિલ્મ વન ડેમાં જોવા મળી હતી.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More