ન્યુઝ ન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
Bigg boss 14 માં પોતાની સ્માઇલ અને સ્વેગ થી દરેકના દિલ જીતતી નિકી તંબોલી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે.અભિનેત્રી ચાહકો સાથે તસવીરો શેર કરતી રહે છે અને તેના ફોટા અને વીડિયોને ચાહકો ખૂબ જ પ્રેમ આપે છે.
તાજેતરમાં જ નીક્કીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં નિક્કી બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળથી પોતાનો લૂક પૂર્ણ કર્યો છે. આ લુકમાં નિક્કી ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. ઘણાં ચાહકો આ તસવીરોને ઘણો પ્રેમ આપી રહ્યા છે. તસવીરો શેર કરતાં નિક્કીએ લખ્યું- ‘તમારા વિના મારા જીવનમાં શાંતિ નથી.’
આપને જણાવી દઈએ કે નીક્કી તાજેતરમાં ‘ખતરો કે ખિલાડી 11’ નું શૂટિંગ પૂર્ણ કરીને કેપટાઉનથી પરત આવી છે. આ ઉપરાંત, નિકી ત્રણ સંગીત વીડિયો ‘શાંતિ’, ‘કલ્લા રેહ જાયેંગા’ અને ‘નંબર લિખ’માં પણ જોવા મળી હતી.