Site icon

PM modi on the vaccine war: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા ફિલ્મ ધ વેક્સીન વોર ના વખાણ, વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ને લઇ ને કહી આ વાત

PM modi on the vaccine war: જે રીતે વિવેક અગ્નિહોત્રી દ્વારા 'ધ વેક્સીન વોર'નું પ્રમોશન કરવામાં આવ્યું હતી તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન વોર પર પોતાની પ્રતિક્રિયા .આપી છે.

pm modi praised vivek agnihotri film the vaccine war

pm modi praised vivek agnihotri film the vaccine war

News Continuous Bureau | Mumbai

PM modi on the vaccine war: ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.  નિર્માતા ની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન વોર ના વખાણ કર્યા છે.

Join Our WhatsApp Community

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યા ધ વેક્સીન વોર ના વખાણ 

તાજેતર માં રાજસ્થાનના જોધપુરમાં યોજાયેલી એક રેલી દરમિયાન પીએમ મોદી‘ધ વેક્સીન વોર’નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘મેં સાંભળ્યું છે કે એક ફિલ્મ આવી છે, ‘ધ વેક્સીન વોર’. તે સારી વાત છે કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ કોવિડ સામે લડવા માટે દિવસ-રાત મહેનત કરી છે. તેની પ્રયોગશાળામાં ઋષિની જેમ ધ્યાન કર્યું . આપણા મહિલા વૈજ્ઞાનિકોએ પણ અદ્ભુત કામ કર્યું છે. તે તમામ બાબતો ‘ધ વેક્સીન વોર’માં બતાવવામાં આવી છે. એ ફિલ્મ જોયા પછી મને ગર્વ થાય છે કે આપણા વૈજ્ઞાનિકોએ આવું કામ કર્યું છે.’

વિવેક અગ્નિહોત્રી એ માન્યો PM મોદી નો આભાર 

PM મોદી તરફથી તેમની ફિલ્મની પ્રશંસા સાંભળીને વિવેક અગ્નિહોત્રી એ વીડિયો શેર કરતા PM મોદીનો આભાર માન્યો. નિર્દેશકે લખ્યું, ‘PM નરેન્દ્ર મોદી પાસેથી સાંભળીને આનંદ થયો કે તેમણે ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી, જેમણે તેમના નેતૃત્વમાં સ્વદેશી રસીઓ બનાવી. મહિલા વૈજ્ઞાનિકોએ ફોન કર્યો અને તે ભાવુક થઈ ગઈ.વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ ભારતમાં કોવિડ-19 રોગચાળાનો ભોગ બન્યા પછી કોવેક્સિનનો વિકાસ કરતી વખતે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા સામનો કરવામાં આવેલા પડકારોની ઘટનાક્રમ દર્શાવે છે. આ ફિલ્મ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંઘર્ષ પર આધારિત છે. 

આ સમાચાર પણ વાંચો : Suhana khan: નાના ભાઈ અબરામ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી સુહાના ખાન, આ કારણે ટ્રોલ થઇ કિંગ ખાન ની લાડકી દીકરી

 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version