Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત

Rakul and Jackky wedding: રકૂલ અને જેકી લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. રકૂલ અને જેકી એ પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા હતા. રકૂલ અને જેકી એ પીએમ મોદી ને પણ લગ્ન નું આમંત્રણ આપ્યું હતું પરંતુ કેટલાક કારણોસર તેઓ એ હાજરી નહોતી આપી હવે પીએમ મોદી એ કપલ માટે એક પત્ર લખ્યો છે.

by Zalak Parikh
PM Narendra modi congratulate to rakul and jackky on their wedding

News Continuous Bureau | Mumbai 

Rakul and Jackky wedding: રકૂલ અને જેકી એ 21 ફેબ્રુઆરી એ પરિવાર અને મિત્રો ની હાજરી માં ગોવામાં લગ્ન કર્યા હતા.કપલે તેમના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી આ તસવીરો પર ચાહકો અને અને ઇન્ડસ્ટ્રી ના લોકો નવવિવાહિત યુગલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર લખીને કપલને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. 

આ સમાચાર પણ વાંચો : Raha kapoor: કરીના કપૂર ના દીકરા જેહ ની બર્થડે પાર્ટીમાં પિતા સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી રાહા કપૂર,જુઓ રણબીર કપૂર ની દીકરી નો ક્યૂટ વિડીયો

 

રકૂલ અને જેકી ને પીએમ મોદી એ પાઠવ્યા અભિનંદન 

રકૂલ અને જેકી એ ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો ને તેમના લગ્ન નું આમંત્રણ આપ્યું હતું. રકૂલ અને જેકી એ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પણ તેમના લગ્ન નું આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઈ કારણોસર તેઓ એ લગ્ન માં હાજરી નહોતી આપી હવે પીએમ મોદી એ એક પત્ર લખી ને કપલ ને શુભેચ્છા પાઠવી છે. પત્રમાં પીએમ મોદીએ જેકી ભગનાની ના પિતા વાશુ ભગનાની અને માતા પૂજા ભગનાની ને સંબોધીને આ શુભ અવસર પર શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘જેકી અને રકુલે જીવનભરની નવી સફર શરૂ કરી છે. આ શુભ અવસર પર હાર્દિક અભિનંદન. આવનારું દરેક વર્ષ આ યુગલ માટે ખુશીઓથી ભરેલું રહે. મને લગ્ન સમારોહમાં આમંત્રણ આપવા બદલ આભાર. ઉપરાંત, હું ફરીથી નવા પરિણીત યુગલને મારી શુભેચ્છાઓ આપું છું.’


રકુલ પ્રીત સિંહ એ તેના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલા પત્રની તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર… તમારી શુભકામનાઓ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More