Site icon

પીએમ મોદીને લતા મંગેશકર એવોર્ડ સાથે મળેલા એક લાખ રૂપિયાની રોકડ ઇનામ નું કર્યું દાન, હવે આ ફંડમાં થશે જમા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પંડિત દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ (Dinanath Mangeshkar)પર સ્વર કોકિલા લતા મંગેશકરની (Lata Mangeshkar) યાદમાં લતા દીનાનાથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi)  મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સાથે પીએમ મોદીને એક લાખ રૂપિયાનું રોકડ ઈનામ (cash price)પણ આપવામાં આવ્યું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ સેવાભાવી સંસ્થાને દાન કરવાની (donate)વિનંતી કરી હતી. આ પછી, હવે ટ્રસ્ટ વતી આ રકમ પીએમ કેર ફંડમાં (PM care fund)દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી દિવંગત ગાયિકા લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે (Hridaynath Mangeshkar) આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : KGF 3માં ફરી એકવાર થશે બોલિવૂડના દિગ્ગજ કલાકારની એન્ટ્રી; જાણો યશની ફિલ્મમાં કયો અભિનેતા જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)ગાયિકા લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરને પત્ર (Hridaynath Mangeshkar letter) લખીને એવોર્ડ સાથે મળેલા 1 લાખ રૂપિયા ચેરિટીમાં (charity)આપવા વિનંતી કરી છે. જેથી તે રકમનો ઉપયોગ અન્યના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરી શકાય. આ સિવાય પીએમ મોદીએ આ સન્માન માટે મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને લતા મંગેશકરને પત્ર દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 

વડાપ્રધાન મોદીના (PM Modi) અનુરોધ બાદ હૃદયનાથ મંગેશકરે આ રકમ પીએમ કેયર્સ ફંડમાં (PM care fund)દાન કરવાનો નિર્ણય લીધો છે અને ટ્વીટ (tweet)કરીને તેની માહિતી આપી છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, "આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રથમ વખત લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારના રોકડ પુરસ્કાર ઘટકનું દાન કરવા માટે આટલો સુંદર અને ઉમદા સંકેત! અમારા ટ્રસ્ટે તેને PM કેર્સ ફંડ ને દાન આપવાનો નિર્ણય કર્યો છે.."

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version