News Continuous Bureau | Mumbai
PM Modi anupama:દિવાળી નજીક આવી રહી છે. દેશભર માં દિવાળી ની તૈયારી ચાલી રહી છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અનુપમા’ ની સ્ટાર કાસ્ટ એટલે કે અનુપમા, અનુજ, ડિમ્પી અને છોટી અનુ નો એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ વોકલ ફોર લોકલ નો પ્રચાર કરતા જોવા મળે છે. પીએમ મોદીએ વોકલ ફોર લોકલ ના પ્રચાર માટે અનુપમાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને દેશવાસીઓને ખાસ સંદેશ આપ્યો છે અને તેમને લોકલ માંથી સામાન ખરીદવાની પણ અપીલ કરી છે. .
પીએમ મોદી એ શેર કર્યો વિડીયો
પીએમ મોદી એ શેર કરેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે, અનુપમા અને અનુજ વોકલ ફોર લોકલ ની વાત કરી રહ્યા છે. અને વોકલ ફોર લોકલ ને સપોર્ટ કરી રહ્યા છે. જેમાં ખરીદી માટે સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે. વીડિયોના અંતમાં વડાપ્રધાન મોદીનો અવાજ સંભળાય છે કે મિત્રો, આપણા તહેવારની પ્રાથમિકતા હોવી જોઈએ વોકલ ફોર લોકલ જેથી અમે આ અભિયાનને આગળ લઈ જઈ શકીએ’. આ સાથે.અનુપમા અને અનુજ ના આ વીડિયોને શેર કરીને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘દેશભરમાં વોકલ ફોર લોકલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વોકલ વસ્તુઓ ખરીદીને આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે.’
The #VocalForLocal movement is getting great momentum across the country. pic.twitter.com/9lcoGbAvoi
— Narendra Modi (@narendramodi) November 6, 2023
અનુપમા ના વિડીયો ના અંત માં પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક એવા લોકોની તસવીરો શેર કરશે. જેમને લોકલ માંથી વસ્તુઓ ખરીદી હોય અને તે વસ્તુ ની ખરીદી કરતો કે તેના કારીગર સાથે તેમના મેડ ઈન ઇન્ડિયા ના મોબાઈલ થી લીધેલો ફોટો નમો એપ પર ડાઉનલોડ કરેલો હોય. આ એટલા માટે કે જેથી અન્ય લોકો પણ વોકલ ફોલ લોકલ ઝુંબેશમાં જોડાઈ શકે અને આ અભિયાનને પ્રોત્સાહન આપી શકે.
આ સમાચાર પણ વાંચો : Sa Re Ga Ma Pa: સ્પર્ધક રિક બાસુના પફોર્મન્સ બાદ મિથુન દાનું હૃદયસ્પર્શી ઘટસ્ફોટ
