News Continuous Bureau | Mumbai
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત 9Rakhi Sawant) અવારનવાર પોતાના અસામાન્ય લુકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી એક વિચિત્ર પ્રકારના કપડામાં જોવા મળી હતી. આ લુકને અભિનેત્રીએ આદિવાસી લુક (Aadivasi look)ગણાવ્યો હતો. તેણે ડાન્સ પણ કર્યો.આ લુકને લઈને હવે રાખી સાવંતની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેત્રી વિરુદ્ધ રાંચીના પોલીસ 9Ranchi police station) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાખીનો પોશાક 'આદિવાસી' ગણાવતો વીડિયો વાયરલ થયા બાદ ઝારખંડની (Jhgarkhand) સેન્ટ્રલ સરના કમિટીએ કેસ નોંધ્યો છે. સેન્ટ્રલ સરના કમિટીએ ફરિયાદ નોંધાવી છે અને અભિનેત્રી પાસેથી માફી માંગવાની માંગ કરી છે.
ઝારખંડની સેન્ટ્રલ સરના કમિટી (Jharkhand central sir comeete) રાખી સાવંતના વાયરલ વીડિયોથી (Viral video) ખુશ નથી. વીડિયોમાં રાખી પોતાના લુકને 'આદિવાસી' કહી રહી છે. વીડિયોમાં તે કહે છે, "હે મિત્રો, આજે તમે મારો ડ્રેસ જોઈ રહ્યા છો… આખો આદિવાસી જેને આપણે કહીએ છીએ તે છે." વાસ્તવમાં, રાખી સાવંતનું નવું ગીત 'મેરે વર્ગા' રિલીઝ થવાનું છે. આ ગીતને પ્રમોટ કરવા માટે રાખી સાવંત અતરંગી આઉટફિટમાં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : આ OTT પ્લેટફોર્મની સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડરના સબસ્કાઈબ માં ધરખમ ઘટાડો, કંપનીના શેરો ઉંધા માથે પટકાયા
રાખી સાવંતના (Rakhi Sawant) પોશાક વિશે વાત કરીએ તો, તેણીએ ન્યૂડ રંગ નો મલ્ટી-લેયર્ડ મીની સ્કર્ટ, સ્ટોન સ્ટડેડ બ્રાલેટ ટોપ અને તેના માથા પર પીંછાઓથી સજ્જ ભારે તાજ પહેર્યો હતો. આ લુકમાં ડાન્સ કરતી વખતે તેણે કહ્યું કે આ મારો 'આદિવાસી લૂક' છે. સેન્ટ્રલ સરના કમિટીએ તેમના વાયરલ વીડિયો (Viral video)સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે રાખીએ તેના ડ્રેસને આદિવાસી ગણાવીને આદિવાસી સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આ ઈવેન્ટને લઈને અભિનેત્રીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.