186
Join Our WhatsApp Community
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બદલ ધરપકડ કરાયા બાદ મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કંપનીના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
આ કમાણી અશ્લિલ કન્ટેન્ટ માટે ની એપ થકી થઈ હોવાનું પોલીસ માની રહી છે.
આ અંગે મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના કમિશનરે કહ્યું હતું કે, કુંદ્રાનો અશ્લિલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો અને તે એક દિવસમાં 6-8 લાખની કમાણી કરી રહ્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, કુન્દ્રાએ 18 મહિના પહેલા આ બિઝનેસની શરૂઆત કરી હતી. શરૂઆતમાં દિવસની બે થી ત્રણ લાખની કમાણી થતી હતી પણ એ પછી આ રકમ વધીને 6 થી 8 લાખ રૂપિયા થઈ ગઈ હતી.
You Might Be Interested In