ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પૂજા હેગડેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. અભિનેત્રી ઘણી વાર તેના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે.
રાધે શ્યામ અભિનેત્રી પૂજા હેગડે તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી. તે હૈદરાબાદ જતી હતી. આ દરમિયાન પૂજા હેગડે ખૂબ સ્ટાઇલિશ લાગી રહી હતી. હકીકતમાં, રનવે લુક માટે તેણે બ્લેક પેન્ટ્સ, ક્રોપ ટોપ, શૂઝ અને રેડ જેકેટ પહેર્યું હતું. તેના લાલ રંગના કસ્ટમાઇઝ્ડ જેકેટએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું.
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો રાધે શ્યામ ફિલ્મમાં પૂજા અને પ્રભાસની જોડી પડદા પર રોમાંસ કરતી જોવા મળશે. પૂજા આ ફિલ્મમાં પ્રેર્નાની ભૂમિકા નિભાવી રહી છે.
પૂજા હેગડેએ સુપરહિરો ફિલ્મ મુગામુડીથી વર્ષ ૨૦૧૨ માં અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે ‘મોહેંજો દારો’ અને ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મોમાં શક્તિશાળી અભિનય સાથે ચાહકોનું દિલ જીત્યું હતું.