ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર 2021
બુધવાર
અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ તેના પતિ સેમ બોમ્બે (સેમ અહેમદ) પર શારીરિક હિંસાનો આરોપ લગાવ્યા બાદ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. પૂનમે તેના પતિ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સોમવારે સેમની ધરપકડ કરવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના માથામાં અને તેની આંખો પાસે ઉંડી ઇજાઓ છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે પૂનમે અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ સેમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે સેમ પર હુમલો અને છેડતીનો આરોપ લગાવ્યો હતો.
પૂનમે આ ફરિયાદ તેના હનીમૂન પર જ નોંધાવી હતી. સેમ અને પૂનમે સપ્ટેમ્બરની શરૂઆતમાં લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેઓ તેમના હનીમૂન માટે ગોવા ગયા હતા. પૂનમે જણાવ્યું હતું કે તેનો પતિ તેને મારતો હતો અને ધમકાવતો હતો. સેમને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પરંતુ બીજા જ દિવસે તેને શરતો પર જામીન મળી ગયા હતા. પૂનમે કહ્યું હતું કે તે સેમ સાથેના લગ્નનો અંત લાવશે પરંતુ ટૂંક સમયમાં જ બંને વચ્ચે પેચ-અપ થઈ ગયું.
પૂનમ પાંડેએ 27 જુલાઈ 2020 ના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા સેમ સાથે તેની સગાઈની જાહેરાત કરી. આ પછી પૂનમે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સેમ સાથે 10 સપ્ટેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા.