News Continuous Bureau | Mumbai
Poonam pandey: તાજેતરમાં જ પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર તેના મૃત્યુના સમાચાર આપતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. પૂનમ પાંડે.ના નિધન ના સમાચાર ર સાંભળી આખી ઇન્ડસ્ટ્રી ને ઝટકો લાગ્યો હતો. બાદ માં પૂનમ પાંડે એ વિડીયો શેર કરી ને જણાવ્યું કે તે જીવતી છે. તેથી તે સાબિત થયું કે તેના નિધનના સમાચાર માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ હતા. હવે આ મામલા ની ગંભીરતા જોતા મુંબઈ ના એક વકીલે અભિનેત્રી વિરુદ્ધ આઇપીસી ની કલમ હેઠળ કેસ નોંધવા ની માંગણી કરી છે.
પૂનમ પાંડે વિરુદ્ધ ઉઠી એફઆઈઆર ની માંગ
જ્યારથી પૂનમે ખુલાસો કર્યો કે તેણે સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા માટે આ કર્યું છે. ત્યારથી લોકો આ પબ્લિસિટી સ્ટંટ માટે પૂનમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન પૂનમ પાંડે અને તેની મેનેજર વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે, જેમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત એક એડવોકેટે પૂનમ વિરુદ્ધ IPCની કલમ 417, 420, 120B અને 34 હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી છે, આ ઉપરાંત તેના પર દેશમાં જુઠ્ઠાણા ફેલાવવાનો અને લોકોને છેતરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: શું માત્ર એક અફવા છે પૂનમ પાંડે ના નિધન ના સમાચાર? અભિનેત્રી નો વાયરલ વિડીયો જોઈ લોકોના મનમાં ઉભા થયા અનેક સવાલો
આ મામલે મુંબઈ પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. પરંતુ જો આઈપીસીની આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે તો પૂનમ પાંડે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે આમાંની કેટલીક કલમોમાં આજીવન કેદ પણ થઇ શકે છે.
 
			         
			         
                                                        