Poonam pandey: પૂનમ પાંડે ના નિધન ને લઈ ને અટકળોનું બજાર ગરમ,સર્વાઈકલ કેન્સર નહીં પરંતુ આ કારણ થી થયું છે અભિનેત્રી નું મૃત્યુ!

Poonam pandey: ગઈકાલે પૂનમ પાંડે ના નિધન ના સમાચાર આવ્યા હતા.ઘણા લોકો એ આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યા હતા. પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી નું નિધન સર્વાઈકલ કેન્સર ને કારણે થયું છે પરંતુ હકીકત કઈ બીજી જ છે.

by Zalak Parikh
poonam pandey death not because of cervical cancer but drug overdose

News Continuous Bureau | Mumbai 

Poonam pandey:પૂનમ પાંડે ના નિધન ના સમાચાર થી ઇન્ડટ્રી માં શોક ની લહેર છે. ગઈકાલે પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે અભિનેત્રી નું નિધન સર્વાઈકલ કેન્સર ને કારણે થયું છે. આ સમાચાર સાંભળી કોઈને આ વાત પર વિશ્વાસ થતો નથી. અભિનેત્રી ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી સર્વાઈકલ કેન્સર સામેની જંગ હારી ગઈ અને તેનું નિધન થયું પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, પૂનમ પાંડેના મૃત્યુને લઈને એક અલગ રિપોર્ટ સામે આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Poonam Pandey : મોડલ પૂનમ પાંડેનો અંતિમ વીડિયો આવ્યો સામે, નિધનના 3 દિવસ પહેલાં એક ઇવેન્ટમાં પહોંચી હતી એકટ્રેસ.. જુઓ વિડીયો..

સર્વાઈકલ કેન્સર ને કારણે નથી થયું પૂનમ પાંડે નું નિધન!

મીડિયા રિપોર્ટ અનુસાર, પૂનમ પાંડે નું નિધન સર્વાઇકલ કેન્સરથી નહીં પરંતુ ડ્રગના ઓવરડોઝથી થયું છે. એક મીડિયા હાઉસે પોતાની પોસ્ટ માં લખ્યું છે કે, “પૂનમ પાંડેના દુઃખદ અવસાનને સર્વાઇકલ કેન્સર સાથે જોડતા પ્રારંભિક અહેવાલો વચ્ચે, એક વિશિષ્ટ આંતરિક વ્યક્તિએ એક અલગ વાર્તા જાહેર કરી છે, જે સંભવતઃ દુર્ભાગ્યપૂર્ણ છે,” એવું કહેવાય છે કે ડ્રગ ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે આ અંગે તબીબો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે ના નિધન વિશે તેના પરિવાર તરફ થી કોઈ માહિતી સામે આવી નથી. અભિનેત્રી  નું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું તે પણ હજુ સુધી જાણી નથી શકાયું.તેમજ ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુના સમાચાર પર પૂનમના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More