News Continuous Bureau | Mumbai
Poonam pandey: પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ને કારણે અભિનેત્રી પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમ પાંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિષે જાગૃતતા લાવવા કર્યું હતું. આ વિડીયો જોયા બાદ પૂનમ ની ઘણી ટીકા થઇ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સર્વાઇકલ કેન્સર વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે પૂનમ પાંડે ભારત સરકારના રાષ્ટ્રીય અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અહેવાલોને ફગાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : Esha deol divorce: 11 વર્ષ બાદ એશા દેઓલે આણ્યો લગ્ન જીવન નો અંત! ધર્મેન્દ્ર અને હેમા માલિની ની દીકરી એ લીધા પતિ ભરત તખ્તાની થી છૂટાછેડા!
પૂનમ પાંડે ના બ્રાન્ડ એમ્બેસેડર નો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારના રાષ્ટ્રીય અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર શિપ માટે પૂનમ પાંડેના નામની વિચારણા કરવામાં આવી રહી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે પૂનમ પાંડેને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અભિયાનનો ચહેરો બનાવવામાં આવી શકે છે. આ સંબંધમાં અભિનેત્રી અને તેની ટીમ સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.