News Continuous Bureau | Mumbai
Poonam pandey: શુક્રવારે પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ને કારણે પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર ના બીજા દિવસે પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી ને જણાવ્યું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા કર્યું છે. આ વિડીયો જોઈને લોકો પૂનમ પર ખુબ ગુસ્સે થઇ રહ્યા છે અને તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. હવે આ ટીક થી કંટાળી ને પૂનમે એક નોટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત
પૂનમ પાંડે એ શેર કરી નોટ
પૂનમ પાંડે એ તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા એક નોટ શેર કરી છે જેમાં લખ્યું છે, ‘મને મારી નાખો, મને ફાંસી આપી દો અથવા મને નફરત કરો, તમે જે ઇચ્છો તે કરો, પરંતુ કમસે કમ તમે જેને પ્રેમ કરો છો, જે તમારી નજીક છે.કોઈ રીતે તેમને બચાવો.’
પૂનમ નું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવાનો હતો. વર્ષ 2022માં ભારતમાં 123,907 કેસ નોંધાયા હતા. દુઃખની વાત એ છે કે તેમાંથી 77,348 દર્દીઓના મોત થયા છે. સ્તન કેન્સર પછી, આધેડ વયની સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.