News Continuous Bureau | Mumbai
Poonam Pandey : મોડલ ( Model ) અને એક્ટ્રેસ ( Actress ) પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા, પરંતુ બીજા જ દિવસે એટલે કે શનિવારે પૂનમ પાંડેએ પોતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તે જીવિત છે. પૂનમ પાંડેએ પોતે ઇન્સ્ટાગ્રામ પર તેના મૃત્યુ ( death ) ના ખોટા સમાચાર શેર કર્યા અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેના આ પગલાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા હતા. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની ગયું છે કે શું ફેક ન્યૂઝ ( Fake news ) ફેલાવવા બદલ પૂનમ પાંડે સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે?
પુનમ પાંડેએ પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ, લોકો હવે અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મૃત્યુ અંગેના નકલી સમાચાર ફેલાવવા અંગે દેશમાં શું કાયદા છે? સોશિયલ મીડિયાના આવા દુરુપયોગ બદલ પૂનમને સજા થઈ શકે? ચાલો જાણીએ.
હકીકતમાં ફેક ન્યૂઝ ફેલાવવા બદલ અભિનેત્રીને જેલ થઈ શકે છે…
હકીકતમાં ફેક ન્યૂઝ ફેલાવવા બદલ અભિનેત્રીને જેલ થઈ શકે છે. આ સાથે દંડ પણ થઈ શકે છે. આઈટી એક્ટ-2000ની કલમ 67 હેઠળ, જો કોઈ વ્યક્તિ પહેલીવાર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માટે દોષી સાબિત થાય છે, તો તેને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. તેમજ 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આ જ ગુનાનું પુનરાવર્તન થશે તો ગુનેગારને 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
So Poonam Pandey is alive. She faked her death to create awareness about cervical cancer
But truth is it was not about to create awareness
All it was about to create fear and push people for Bill Gates funded vaccineBoycott such fraud people@iPoonampandey pic.twitter.com/wQ61bWpPzA
— STAR Boy TARUN (@Starboy2079) February 3, 2024
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે પૂનમ પાંડેએ કહ્યું, ‘હેલો હું પૂનમ છું. માફ કરશો, મે જેઓને દુઃખ પહોંચાડ્યું છે. તેમની માફી માંગુ છું. મારો હેતુ બધાને આશ્ચર્યચકિત કરવાનો હતો, કારણ કે હું સર્વાઇકલ કેન્સરની ચર્ચા કરવા માંગતી હતી, જેના વિશે આપણે વધુ વાત કરતા નથી. હા, મેં મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા. અચાનક આપણે બધા સર્વાઇકલ કેન્સર વિશે વાત કરવા લાગ્યા. આ એક ખતરનાક બીમારી છે. જે ચૂપચાપ તમારું જીવન છીનવી લે છે. આ બિમારી વિશે વધુ વાત કરવાની જરૂર છે. મને ગર્વ છે કે મારા મૃત્યુના સમાચારને કારણે દરેકને આ બીમારી વિશે જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Uniform Civil Code: ઉત્તરાખંડમાં ધામી સરકારે UCC ડ્રાફ્ટને મંજૂરી આપી.. હવે આ દિવસે બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે…
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત, મુનાવર ફારુકી, ડેઝી શાહ અને પૂજા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટીઓએ તેમના મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો હતો. કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કર્યો હતો. પૂનમ પાંડે તેના રિયાલિટી શોનો હિસ્સો હતી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. અભિનેત્રી સંભવના સેઠે પણ કહ્યું હતું કે પૂનમ પાંડેએ ક્યારેય તેના સર્વાઇકલ કેન્સરનો ઉલ્લેખ કર્યો નથી. સંભવનાએ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં પૂનમ સાથે ભાગ લીધો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)