News Continuous Bureau | Mumbai
આજે દેશભરમાં ‘હનુમાન જયંતિ’ નિમિત્તે તમામ હનુમાન મંદિરો માં અનેરો નજારો જોવા મળશે. આ ખાસ દિવસે વિવિધ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભંડારો નું પણ આયોજન કરવામાં આવે છે. સંકટમોચન બજરંગ બલી નો જન્મ દિવસ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, આજે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આદિપુરુષ’ એ પવનપુત્ર હનુમાન ના લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં હનુમાન ના પાત્રમાં દેખાતો દેવદત્ત ગજાનન નાગે જોવા મળી રહ્યો છે.
ફિલ્મ ‘આદિપુરુષ’ના ‘હનુમાન’ નું પોસ્ટર રિલીઝ
ફિલ્મના પોસ્ટરમાં દેવદત્ત ગજાનન નાગે પવનપુત્ર હનુમાન ના પાત્રમાં ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન ભક્તિની મુદ્રામાં બેઠેલા જોવા મળે છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘હનુમાન જયંતિ’ ના શુભ દિવસે રિલીઝ થયેલું આ પોસ્ટર ચાહકો માટે કોઈ ટ્રીટ થી ઓછું નથી. ફિલ્મનું પોસ્ટર પ્રભાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પ્રભાસે પોસ્ટર સાથે લખ્યું, ‘રામના ભક્ત અને રામ કથા ના પ્રાણ.. જય પવનપુત્ર હનુમાન!’
View this post on Instagram
કોણ છે ‘આદિપુરુષ’માં હનુમાનનું પાત્ર ભજવતા દેવદત્ત ગજાનન નાગે?
ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’ માં પ્રભાસ રામ તરીકે, સૈફ અલી ખાન રાવણ ના રોલમાં અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે. ફિલ્મના તમામ પાત્રોના લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. તે જ સમયે, દેવદત્ત ગજાનન નાગે રામ ભક્ત હનુમાન ના પાત્રમાં જોવા મળે છે. હનુમાનની ભૂમિકામાં દેવદત્ત ગજાનન નાગે ને દર્શકો પહેલી નજરે ઓળખી શક્યા નહીં. દેવદત્ત ગજાનન નાગે મરાઠી ફિલ્મો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.