News Continuous Bureau | Mumbai
Salaar: પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સાલાર ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે.સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સાલાર ના મેકર્સ ની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વાસ્તવમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન ની ફિલ્મ સાલાર પાર્ટ 1 ઓનલાઇન લીક થઇ ગઈ છે અને તે પણ એચડી પ્રિન્ટમાં
આ સમાચાર પણ વાંચો : Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ
સાલાર થઇ ઓનલાઇન લીક
સાલાર પાયરસીનો શિકાર બની છે, સાલાર પાર્ટ 1 નું ફુલ એચડી વર્ઝન તમિલરોકર્સ, ફિલ્મઝિલા, ટેલિગ્રામ અને અન્ય પાયરેસી સાઇટ્સ પર ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. લોકો ધડાધડ આ ફિલ્મ ને ડાઉનલોડ કરી રહ્યા છે અને તેને જોઈ પણ રહ્યા છે. સાલાર એકલીજ એવી ફિલ્મ નથી કે જે ઓનલાઇન લીક થઇ હોય આ અગાઉ એનિમલ, ડંકી, સેમ બહાદુર જેવી ફિલ્મો પણ પાઈરસી નો શિકાર બની ચુકી છે.