News Continuous Bureau | Mumbai
Salaar part 1 ceasefire:સાઉથ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ સાલાર ને લઈને ચર્ચામાં છે દર્શકો તેના ફિલ્મ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે મેકર્સે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. ત્રણ મિનિટ 47 સેકન્ડના આ ટ્રેલરમાં ઉત્તમ એક્શન સીન્સ બતાવવામાં આવ્યા છે. ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થતા ની સાથે જ સોશિયલ મીડિયા પર # સાલાર ટ્રેન્ડ થવા લાગ્યું છે.
સાલાર પાર્ટ 1 નું ટ્રેલર
ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત નીલે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “સલાર બે મિત્રોની વાર્તા છે. આવા મિત્રો જે થોડા સમય પછી સૌથી મોટા દુશ્મન બની જાય છે. મિત્રતા એ ‘સાલાર’ની મૂળ ભાવના છે. અમે ‘સાલરઃ ભાગ-1 સીઝફાયર’માં અડધી વાર્તા કહી રહ્યા છીએ. મિત્રોની આ સફરને અમે બે ફિલ્મો દ્વારા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દર્શકોને ‘સાલાર’ના ટ્રેલરમાં બે મિત્રોની આ દુનિયાની ઝલક જોવા મળશે.”
તમને જણાવી દઈએ કે પ્રભાસ ની ફિલ્મ સાલાર પાર્ટ 1 સીઝફાયર ની ટક્કર શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી સાથે થવાની છે. આ બંને ફિલ્મો આ વર્ષમાં ક્રિસમસ ના અવસર પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન શાહરુખ ખાન ના વર્તન એ જીત્યા લોકો ના દિલ, વિડીયો થયો વાયરલ
