Site icon News Continuous Bureau | Mumbai

Record break : પ્રભાસ ની ફિલ્મ ‘સાલાર’ એ બનાવ્યો રેકોર્ડ, આ મામલે ફિલ્મ કેજીએફ ને પણ છોડી દીધી પાછળ

'સાલર પાર્ટ 1'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રિલીઝના 24 કલાકની અંદર જ ફિલ્મના ટીઝરે રેકોર્ડ બનાવી દીધો છે. લોકો ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે સૌથી વધુ જોવાયેલ ટીઝર બની ગયું છે.

prabhas film salar teaser break record of KGF

News Continuous Bureau | Mumbai

લાંબી રાહ જોવડાવ્યા બાદ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સલાર પાર્ટ 1‘નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે નિર્માતાઓએ સવારે 5:12 વાગ્યે ટીઝર રિલીઝ કર્યું હોય. પાન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ની રાહ તાજેતરમાં રિલીઝ થયેલા પાવર-પેક્ડ ટીઝર સાથે વધી ગઈ છે. આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે, જે તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ KGF માટે જાણીતા છે. સાલાર ચોક્કસપણે એક સિનેમેટિક અનુભવ બનવાનું વચન આપે છે જે પ્રેક્ષકોને આકર્ષિત કરશે.

Join Our WhatsApp Channel

પ્રભાસ ની ફિલ્મ સાલાર એ બનાવ્યો આ રેકોર્ડ

એક ટ્રેડ એનાલિસ્ટ ના મતે પ્રભાસની ફિલ્મ ‘સલાર’ એ ઈતિહાસ રચી દીધો છે. 24 કલાકમાં 83 મિલિયન વ્યૂઝ સાથે ફિલ્મ ‘સલાર’નું ટીઝર ભારતનું સૌથી વધુ જોવામાં આવતું ટીઝર બની ગયું છે. જો કે, ટીઝર માટે વ્યુ મેળવવું એ હિટની ગેરંટી નથી. કારણ કે ‘સાલાર’ પછી ‘આદિપુરુષ’ સૌથી વધુ જોવાયેલ ટીઝર છે. તમને જણાવી દઈએ કે, પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. લગભગ 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : NIA On Khalistani Terrorist: હવે વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન આતંકવાદીઓની ખૈર નહીં, NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં 21 નામ, કડક કાર્યવાહી થશે.

પ્રશાંત નીલ ની ફિલ્મ કેજીએફ નો તોડ્યો રેકોર્ડ

એક તરફ ચાહકો પ્રભાસની ‘સલાર’ અને યશની ‘KGF 2′ વચ્ચે જોડાણ કરી રહ્યા છે. બીજી તરફ, ‘સાલારે’ ‘KGF 2’ને હરાવ્યું છે. જ્યાં ‘સલાર’ના ટીઝરને 24 કલાકમાં 83 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જ્યારે યશની ‘KGF 2’ને 24 કલાકમાં 68.83 મિલિયન વ્યૂઝ મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મોનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે.’સલાર પાર્ટ 1: સીઝફાયર‘માં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ સહિતની અદભૂત કલાકારો છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023 ના રોજ તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી સહિત 5 ભાષાઓમાં સિનેમાઘરોમાં આવવાની છે.

 

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version