News Continuous Bureau | Mumbai
સતીશ કૌશિકના મૃત્યુ ના દુઃખ માંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી બહાર પણ નહોતી આવી તો હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકા રનું નિધન થઈ ગયું છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. 67 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ બાજપેયીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
હંસલ મહેતા એ શેર કરી માહિતી
ફિલ્મ નિર્દેશકે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ અનુસાર, તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ઘટી ગયું હતું. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડિરેક્ટરનું મોત થઈ ગયું. ફિલ્મ નિર્માતાના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. આ દુઃખદ સમાચાર શેર કરતાં પ્રદીપના મિત્ર હંસલ મહેતાએ લખ્યું – પ્રદીપ સરકાર દાદા, RIP.
Pradeep Sarkar. Dada. RIP. pic.twitter.com/htxK4PiTLN
— Hansal Mehta (@mehtahansal) March 24, 2023
પ્રદીપ સરકાર ની ફિલ્મી સફર
પ્રદીપ સરકારે વર્ષ 2005માં ‘પરિણીતા’ થી ડાયરેક્શન ની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમને 2007ની ફિલ્મ ‘લાગા ચુનરી મેં દાગ’, ‘લફંગે પરિંદે’, ‘ મર્દાની’ અને ‘ હેલિકોપ્ટર ઈલા’નું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું હતું. પ્રદીપે પોતાના કરિયરમાં ઓછી ફિલ્મો કરી પરંતુ તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી. તે વેબ સિરીઝની દુનિયામાં પણ સક્રિય હતો. તેણે ‘ફોરબિડન લવ’ અને ‘દુરંગા’ જેવી વેબ સિરીઝ બનાવી.પ્રદીપ સરકાર ને તેના શાનદાર કામ માટે ઘણા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને ફિલ્મફેર એવોર્ડ અને ઝી સિને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પ્રદીપના નિધનથી ઘણા કલાકારો શોક વ્યક્ત કરી રહ્યા છે.