Site icon

પ્રકાશ ઝા બનાવવા જઈ રહ્યા છે દિવંગત વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ પર એક વેબ સિરીઝ,PM ને લઇ ને કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

બુધવાર

પ્રકાશ ઝા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબ સિરીઝ ઘણી ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે. આ સિરીઝનું નામ 'હાફ લાયન' હશે. આ પ્રોજેક્ટ વિનય સીતાપતિ દ્વારા લખાયેલ સમાન નામના પુસ્તક પર આધારિત છે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને અહા  સ્ટુડિયો એકસાથે આ શ્રેણીનું નિર્માણ કરશે . આ સિરીઝ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં વર્ષ 2023માં રિલીઝ થશે.'હાફ લાયન' વિશે વાત કરતાં પ્રકાશ ઝાએ કહ્યું, "વાસ્તવિક જીવનની વાર્તાઓ અને વિષયો પર કામ કરવું હંમેશા રોમાંચક હોય છે. આજની પેઢી માટે એ લોકોની વાર્તા જાણવી જરૂરી છે જેમણે આજનો દેશ બનાવ્યો છે અને તેને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હું માનું છું કે મહાન પીવી નરસિમ્હા રાવના જીવન પર થી ઘણું શીખવા અને પ્રેરણા લેવાનું છે."

તમને જણાવી દઈએ કે પીવી નરસિમ્હા રાવ ભારતના 9મા વડાપ્રધાન હતા. તેમનું પૂરું નામ પમુલાપર્થી વેંકટ નરસિમ્હા રાવ હતું. તેઓ એક વકીલ અને ચતુર રાજકારણી હતા. તેઓ આ પદ પર 1991 થી 1996 સુધી રહ્યા હતા. તેમનો જન્મ 28 જૂન, 1921ના રોજ થયો હતો. તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં મોટા આર્થિક સુધારાનો શ્રેય તેમને જાય છે. તેમના કાર્યકાળ દરમિયાન બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.પ્રકાશ ઝાએ કહ્યું કે ‘પીવી નરસિમ્હા રાવની મહાનતા એ હતી કે તેમના દ્વારા લાવવામાં આવેલા આર્થિક સુધારા માટે તેમણે ક્યારેય કોઈ શ્રેય લીધો ન હતો પરંતુ તત્કાલિન નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને શ્રેય આપ્યો હતો. 

અંકિતા લોખંડે પછી હવે ટીવી ની આ પ્રખ્યાત અભિનેત્રી પણ કરવા જઈ રહી છે લગ્ન;જાણો તે અભિનેત્રી વિશે

પ્રકાશ ઝાએ વધુમાં કહ્યું કે ‘’તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાવને ક્યારેય તેમનો હક આપવામાં આવ્યો ન હતો, પરંતુ આ શ્રેણી તેમના કામને લોકો સુધી પહોંચાડશે. તેમણે કહ્યું, “માત્ર ઈતિહાસ જ નહીં, તેમની પોતાની પાર્ટી, તેમના જ લોકોએ તેમની સાથે અન્યાય કર્યો.પરંતુ સમય આવી ગયો છે, જ્યારે લોકો તેમને યાદ કરવા લાગ્યા છે, અને તેમના વિશે વાત કરવા લાગ્યા છે. હું આશા રાખું છું કે અમે તેમના વિશે કહી શકીશું, જેથી તેઓને તેમનો હક મળે અને પેઢીઓ તેમને યાદ કરે." પીવી નરસિમ્હા રાવનું વર્ષ 2004માં નિધન થયું હતું.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version