આ ગુજરાતી કલાકારે લીધી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ની જગ્યા-રાહુલ ધોળકિયા ની આગામી ફિલ્મ માં આવશે નજર 

News Continuous Bureau | Mumbai

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વેબ સિરીઝ(Web series) ‘સ્કેમ1992’(Scam 1992) થી રાતોરાત ખ્યાતિ મેળવનાર ગુજરાતી અભિનેતા(Gujarati actor) પ્રતિક ગાંધી(Pratik Gandhi) હવે રાહુલ ધોળકિયાની(Rahul Dholakia) ફિલ્મ ‘અગ્નિ’ માં(Agni) જોવા મળશે.અને  આ કોઈ નવી વાત નથી  પરંતુ હવે જે સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. બોલિવૂડ કોરિડોરમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ધોળકિયાની ફિલ્મ માં પહેલા સૈફ અલી ખાન(Saif Ali Khan) મુખ્ય ભૂમિકામાં હતો. તેણે આ ફિલ્મ સાઈન કરી હતી અને ફિલ્મ માટે તારીખો પણ આપી હતી. પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. જ્યારે તેણે આ ફિલ્મ છોડી ત્યારે રાહુલે કોઈ પણ વિલંબ કર્યા વિના પ્રતિક ગાંધીને આ ફિલ્મ માટે સાઈન કરી લીધો. પ્રતિકને ‘સ્કેમ1992’ માં હર્ષદ મહેતાના રોલથી(Harshad Mehta) જબરદસ્ત ખ્યાતિ મળી હતી. જો કે બોલીવુડની(Bollywood) ભવાઈ(Bhawai) (2021)માં હીરો તરીકેની તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મ ‘અગ્નિ’ માં પ્રતિક સાથે વધુ ત્રણ કલાકારો છે.

Join Our WhatsApp Community

‘અગ્નિ’ 2019માં મુંબઈના ડોંગરી(Dongri) વિસ્તારમાં આવેલી કેસરબાઈ ચાલના ધ્વસ્ત થવા પર આધારિત છે. 16 જુલાઈ 2019 ના રોજ, દક્ષિણ મુંબઈના ડોંગરીમાં ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ, જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને ઘણા લોકો માર્યા ગયા. આ ઇમારત લગભગ 100 વર્ષ જૂની હતી. આ ઈમારતના રાહત અને બચાવ કાર્યમાં 30 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટના સમયે રેસ્ક્યુ કર્મીઓ તેમજ સામાન્ય લોકો આપત્તિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આગળ આવ્યા હતા.સારી કામગીરી બદલ ચાર ફાયરમેનને રાષ્ટ્રપતિ ફાયર સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ફાયરમેનોમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર યશવંત જાધવ, સિનિયર સ્ટેશન ઓફિસર ઉમેશ પલાંદે, અગ્રણી ફાયરમેન તુકારામ પાટીલ અને ફાયરમેન સતીશ સિંગાજદે હતા. આ ફિલ્મમાં આ બધાના પરિવાર અને અંગત જીવનને પણ બતાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બકવાસ  શોને કેમ મળી રહી છે આટલી બધી TRP – અનુપમા સિરિયલ ના લેટેસ્ટ ટ્રેક પર ફૂટ્યો ચાહકો નો ગુસ્સો-જાણો શું છે સમગ્ર મામલો 

અગ્નિમાં પ્રતિક ગાંધી સાથે સાઈ તામ્હંકર(Sai Tamhankar) જોવા મળશે. આ ઉપરાંત દિવ્યેન્દુ શર્મા(Divyandu Sharma) અને સંયામી ખેર પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાના અહેવાલ છે. તેનો મુખ્ય ભાગ મુંબઈ અને દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની આ ફિલ્મના નિર્માતા છે. 

 

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન
Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?
Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી
Aashram Season 4: બાબા નિરાલા પાછો આવી રહ્યો છે! ‘આશ્રમ 4’ કન્ફર્મ, ક્યારે શરૂ થશે શૂટિંગ? જાણો તમામ વિગતો
Exit mobile version