46 વર્ષની ઉંમરે આ ટેકનિકથી જોડિયા બાળકોની માતા બની પ્રીતિ ઝિન્ટા, બાળકોના રાખ્યા આ નામ જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 નવેમ્બર  2021

શુક્રવાર

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક સારા સમાચાર શેર કર્યા છે. આ કપલે સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પ્રીતિએ પોતે ટ્વિટર પર આ સારા સમાચાર શેર કર્યા છે. આ જાહેરાત સાથે તેણે પોતાના બે બાળકોના નામ પણ બધાને જણાવી દીધા છે.

આ ટ્વીટમાં પ્રીતિએ તેના પતિ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે. 'બધાને નમસ્કાર, હું આજે તમારી સાથે એક મોટા સમાચાર શેર કરવા માંગુ છું. જીન અને હું ખૂબ જ આનંદિત છીએ અને આ સમયે અમારા હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા છે. અમે અમારા પરિવારમાં અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફનું સ્વાગત કરીએ છીએ.'

પ્રીતિએ જે પોસ્ટ લખી છે તેના શબ્દો પરથી તેના દિલની ખુશી સ્પષ્ટ દેખાય છે. તેઓએ પોતાના બાળકોના નામ જય અને જિયા રાખ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે જય એક પુત્ર છે અને જિયા પુત્રી છે. જોકે પ્રીતિએ પોતાની પોસ્ટમાં પુત્ર અને પુત્રી વિશે કંઈ લખ્યું નથી. આ પોસ્ટ સામે આવતાની સાથે જ અભિનેત્રીને અભિનંદન પાઠવતા લોકોની લાઈન લાગી ગઈ છે. આ પોસ્ટ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે તેના ફેન્સ તેને દિલ ખોલીને અભિનંદન આપી રહ્યા છે.

તૈમુર અલી ખાન બેડ બોય બનીને કરવા માંગતો હતો આ કામ, સૈફ અલી ખાને જણાવ્યો કિસ્સો

તમને જણાવી દઈએ કે પ્રીતિ પહેલા એકતા કપૂર, તુષાર કપૂર, કરણ જોહર, શિલ્પા શેટ્ટી જેવા ઘણા સેલેબ્સ સરોગસીનો સહારો લઈને પેરેન્ટ્સ બની ચૂક્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More