Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ

Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપરા ને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લા એ તેમનું હેલ્થ અપડેટ આપ્યું છે.

by Zalak Parikh
Prem Chopra Hospitalized for Infection, Family Shares Health Update

News Continuous Bureau | Mumbai

Prem Chopra Hospitalized: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા પ્રેમ ચોપડા ને મુંબઈની લિલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષના પ્રેમ ચોપડા ‘ક્રાંતિ’, ‘કટી પટંગ’, ‘ઉપકાર’, ‘શહીદ’ અને ‘બોબી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં યાદગાર પાત્ર ભજવી ચૂક્યા છે. તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તેઓ નિયમિત ચેકઅપ અને ઇન્ફેક્શન ના કારણે દાખલ થયા છે.

આ સમાચાર પણ વાંચો : Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત

વિકાસ ભલ્લા નું અપડેટ: “પ્રેમ ચોપડા સ્થિર છે”

વિકાસ ભલ્લાએ જણાવ્યું કે “તેમની હાલત સ્થિર છે અને તેઓ ટૂંક સમયમાં ડિસ્ચાર્જ થઈ જશે.” ડૉક્ટર ની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. ઇન્ફેક્શનના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ આગામી 2-3 દિવસમાં ઘરે પરત જશે.વિકાસ ભલ્લાએ ઉમેર્યું કે વધતી ઉંમરના કારણે થતી તકલીફોનો સામનો તેઓ કરી રહ્યા છે, પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


પ્રેમ ચોપડાએ પોતાના કરિયરમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ ખાસ કરીને નેગેટિવ પાત્રો માટે જાણીતા રહ્યા છે. તેમના ડાયલોગ્સ આજે પણ લોકોના મનમાં જીવંત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More