Site icon

Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો

Ramayan Hanuman: 22 જાન્યુઆરી એ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવાનો છે. આ સમારોહ ની વચ્ચે પ્રેમ સાગરે રામાનંદ રામાનંદ સાગરની 'રામાયણ' માં હનુમાન ની ભૂમિકા માં જોવા મળેલા દારા સિંહ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

prem sagar says dara singh facing many issue due to hanuman role in ramanand sagar ramayan

prem sagar says dara singh facing many issue due to hanuman role in ramanand sagar ramayan

News Continuous Bureau | Mumbai

Ramayan Hanuman:  22 જાન્યુઆરી એ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવાનો છે. આ સમારોહ ને લઈને લોકો માં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામાયણ નું નામ લેતાજ રામાનંદ સાગર ની રામાયણ ની જ યાદ આવે છે. આ સિરિયલ માં ભજવેલા પાત્રો ને આજે પણ તેમના પાત્રો ના નામ થી જ ઓળખવામાં આવે છે ભગવાન રામ નું નામ લેતાજ અરુણ ગોવિલ ની છબી આંખ સામે આવે છે તેવી જરીતે હનુમાન નું નામ લેતા જ દારા સિંહ યાદ આવે છે. હવે આ બધાની વચ્ચે રામાનંદ સાગર ના દીકરા પ્રેમ સાગરે હનુમાન ના પાત્ર માં જોવા મળેલા દારા સિંહ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

 

પ્રેમ સાગરે દારા સિંહ વિશે કર્યો ખુલાસો 

તાજેતરમાં પ્રેમ સાગરે મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રેમ સાગરે જણાવ્યું હતું કે ‘રામાયણ’ની આખી ટીમ સમર્પણ સાથે કામ કરતી હતી. પ્રેમ સાગરે દારા સિંહ વિશે વાત કરતા કહ્યું કે “દારા સિંહે આ પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરી હતી. તેઓ દરરોજ સવારે 4 વાગ્યે સેટ પર આવતા હતા, કારણ કે તેમાં મેક-અપમાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હતો. તે દિવસોમાં અમારી પાસે પ્રોસ્થેટિક્સ નહોતા અને અમારે હનુમાનજી સાથે લુક મેચ કરવો પડતો હતો. મેકઅપના ત્રણથી ચાર કલાક પછી શૂટ શરૂ થતું. આ સમયગાળા દરમિયાન તેઓ કંઈપણ ખાઈ શકતા નહોતા. આવી સ્થિતિમાં દારા સિંહને દરરોજ આઠથી નવ કલાક ભૂખ્યા રહેવું પડતું હતું. જે ખુબ મુશ્કેલ હતું.

આ સમાચાર પણ વાંચો : Vijay devarakonda: વિજય દેવરકોન્ડા એ તેની અને રશ્મિકા મંડન્ના ની સગાઈ પર તોડ્યું મૌન, પોતાના લગ્ન વિશે કહી આવી વાત

વધુમાં પ્રેમ સાગરે જણાવ્યું કે ‘દારા સિંહને પૂંછડી લગાવ્યા બાદ બેસવામાં તકલીફ પડતી હતી આ કારણોસર, તેમના માટે એક ખાસ સ્ટૂલ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં એક કટ હતો, જેથી તેઓ તેમની પૂંછડીની મદદથી બેસી શકે.’ ‘લોકડાઉન દરમિયાન રામાનંદ સાગરની રામાયણ ઘણી ચર્ચામાં રહી હતી. દર્શકોની માંગ પર આ સિરિયલ ફરીથી ટીવી પર પ્રસારિત કરવામાં આવી. આજે પણ લોકો આ સિરિયલને ખૂબ જ રસથી જુએ છે.

Shahrukh khan: શાહરૂખ ખાને ૨૦૨૫ ની આ ફિલ્મને ગણાવી ‘દિલને સ્પર્શી જાય તેવું સર્જન’, જાણો કિંગ ખાને કઈ ફિલ્મના કર્યા વખાણ?
TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ
Dhurandhar FA9LA Song: ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી પર વાગતું ‘FA9LA’ ગીત વાયરલ; જાણો બહેરીનના આ હિપ-હોપ ટ્રેકની રસપ્રદ કહાની
Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના
Exit mobile version