News Continuous Bureau | Mumbai
Pritish Nandy Passes Away: બોલિવૂડ ના લોકપ્રિય ફિલ્મ મેકર પ્રિતિશ નંદી નું 73 વર્ષ ની વયે નિધન થયું છે.અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા તેમના નિધનની માહિતી આપી છે. પ્રીતિશ નંદી કવિ, લેખક, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને સંપાદક તરીકે જાણીતા હતા, તેમણે 1990 ના દાયકામાં દૂરદર્શન પર ધ પ્રીતિશ નંદી શો નામનો એક ટોક શો પણ હોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યુ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો: Deepika padukone: શું કલ્કિ 2898 એડી ના શૂટિંગ સાથે વાપસી કરશે દીપિકા પાદુકોણ? ફિલ્મ ના નિર્માતા ની પોસ્ટ માં મળ્યો સંકેત
અનુપમ ખેર એ આપી માહિતી
અનુપમ ખેરે લખ્યું છે- ‘”મારા સૌથી પ્રિય અને નજીકના મિત્રોમાંના એક પ્રીતિશ નંદીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યો! અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક હિંમતવાન સંપાદક/પત્રકાર! મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં તે મારો સપોર્ટ સિસ્ટમ અને તાકાત હતો. અમે ઘણી બધી વસ્તુઓ શેર કરી. તે મને મળેલા સૌથી નીડર લોકોમાંના એક હતા. હંમેશા જીવન કરતાં મોટું. મેં તેમની પાસેથી ઘણી બધી બાબતો શીખી છે. અમે તાજેતરમાં બહુ મળ્યા નથી. પણ એક સમય હતો જ્યારે અમે રોજ મળતા હતા! હું ક્યારેય નહીં ભૂલું. મિત્રોના મિત્રની સાચી વ્યાખ્યા તે જ હતો! મને તારી અને સાથે વિતાવેલા આપણા દિવસો ખૂબ જ યાદ આવશે મિત્ર.”
Deeply deeply saddened and shocked to know about the demise of one of my dearest and closest friends #PritishNandy! Amazing poet, writer, filmmaker and a brave and unique editor/journalist! He was my support system and a great source of strength in my initial days in Mumbai. We… pic.twitter.com/QYshTlFNd2
— Anupam Kher (@AnupamPKher) January 8, 2025
પ્રિતિશ નંદીનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા અને સ્વાદુપિંડના કેન્સરથી પીડાતા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)