Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chopra birthday special: દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છે કરોડો ની સંપત્તિ ની માલકીન, ઇન્ટરનેશનલ સ્ટાર ની નેટવર્થ જાણી તમને પણ લાગશે 440 વોલ્ટ નો ઝટકો

Priyanka chopra birthday special: બોલિવૂડ ની દેસી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરા આજે તેનો 42 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો ઇન્ટરનેશનલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા ની નેટવર્થ વિશે જાણીયે.

Priyanka chopra birthday special know international star net worth

Priyanka chopra birthday special know international star net worth

News Continuous Bureau | Mumbai

Priyanka chopra birthday special: બોલિવૂડ ની દેસી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરા આજે તેનો 42 મોં જન્મદિવસ ઉજવી રહી છે. પ્રિયંકા ચોપરા એ ભારતીય સિનેમાથી લઈને હોલીવુડ સુધી ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.પ્રિયંકા ચોપરાએ વર્ષ 2002માં તમિલ ફિલ્મ થમિજાનથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ વર્ષ 2003માં સની દેઓલ સાથે ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે તે આંતરરાષ્ટ્રીય સ્ટાર તરીકે પ્રખ્યાત છે. તો ચાલો ઇન્ટરનેશનલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા ની નેટવર્થ વિશે જાણીયે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: વરસતા વરસાદ માં અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચન માટે કર્યું આ કામ, તસવીર શેર કરી કહી આવવી વાત

પ્રિયંકા ચોપરા ની નેટવર્થ 

પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી રહી ચુકી છે.મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા ની કુલ સંપત્તિ $75 મિલિયન એટલે કે, 620 કરોડ હોવાનો અંદાજ છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા એક બોલિવૂડ ફિલ્મ માટે 12 કરોડ અને હોલીવુડની વેબ સિરીઝના એક એપિસોડ માટે. 2 કરોડ ચાર્જ કરે છે. તે તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તેને એક જાહેરાત માટે 5 કરોડ રૂપિયાની ફી પણ મળે છે.પ્રિયંકા દર મહિને 1.5 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકાનું અમેરિકામાં 238 કરોડ રૂપિયાનું ઘર છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં બે આલીશાન ઘર પણ છે જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. તેની પાસે ગોવામાં બાગા બીચ પાસે એક પ્રોપર્ટી પણ છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે.


પ્રિયંકા પાસે પ્રાઈવેટ જેટ પણ છે. તે તેનો ઉપયોગ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુસાફરી કરવા માટે કરે છે.આ સિવાય પ્રિયંકા પાસે મોંઘી ગાડીઓ નું પણ કલેક્શન છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા એ અમેરિકન સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે લગ્ન બાદ તે તેના પતિ સાથે અમેરિકા માં રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version