News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર આવી તસવીરો જોવા મળે છે, જેમાં તમારા મનપસંદ સ્ટાર્સને ઓળખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં, અભિનેત્રીએ(Actress) તેના બાળપણનો ફોટો(Childhood photo) શેર કર્યો છે અને અમે તે ફોટો તમારા માટે લાવ્યા છીએ અને તે જાણવા માંગીએ છીએ કે તમે તમારા મનપસંદ સ્ટારને ઓળખી શકો છો કે નહીં. તમને જણાવી દઈએ કે આ સ્ટારને આજે આખી દુનિયા જાણે છે, તેણે પોતાની પ્રતિભાથી દુનિયાભરના(Global Star) લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. એ જ હસીનાએ પોતાના પિતા સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને લોકો તુક્કા ઓ લગાવી રહ્યા છે કે આ અભિનેત્રી કોણ છે.
જો તમે હજુ સુધી આ અભિનેત્રી ને ના ઓળખી શક્યા હોવ તો, તમને જણાવી દઈએ કે આ ફોટો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનો(Priyanka Chopra) છે. અભિનેત્રીએ તેના પિતા ની જન્મજયંતિ(Birthday) પર તેના પિતાને યાદ કર્યા. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું કે હેપ્પી બર્થ ડે પપ્પા(Happy birthday dad). અમે તમને યાદ કરીએ છીએ દરરોજ. પ્રિયંકાના પતિ નિક જોનાસે(Nick Jonas) પણ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં(Comment Section) કેટલાક હાર્ટ ઈમોજીસ બનાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ
તમને જણાવી દઈએ કે કેન્સર સાથે લાંબી લડાઈ બાદ 2013માં પ્રિયંકાના પિતાનું નિધન થયું હતું. પ્રિયંકા તેના પિતાની ખૂબ જ નજીક હતી અને અભિનેત્રીએ તેના જમણા હાથના કાંડા પર એક ટેટૂ પણ બનાવ્યું છે જેમાં 'ડેડીઝ લિટલ ગર્લ(Daddy's Little Girl)' લખેલું છે. ગયા વર્ષે, પ્રિયંકાએ તેનું પુસ્તક લખ્યું હતું – 'અપૂર્ણ', જે તેણે તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યું હતું. પુસ્તકમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેના પિતાના મૃત્યુ બાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.અભિનેત્રી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, પ્રિયંકા 'ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી' અને સીરિઝ 'સિટાડેલ'(The Citadel) જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. રુસો બ્રધર્સ(Russo Brothers) દ્વારા નિર્મિત, 'સિટાડેલ' ટૂંક સમયમાં પ્રાઇમ વીડિયો(Prime Video) પર પર આવશે. તેમાં પ્રિયંકા સાથે રિચર્ડ મેડન પણ છે.