ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
બૉલિવુડથી હૉલિવુડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ છે. હવે અભિનેત્રી પોતાના અભિનયથી હૉલિવુડમાં પોતાની છાપ છોડી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી પ્રિયંકા ચોપરાએ પોતાની તસવીરો પોસ્ટ કરી છે, જેને જોયા બાદ ચાહકો બેકાબૂ બની રહ્યા છે.
પ્રિયંકા ચોપરાએ તેની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તમામ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ દરેકને પસંદ પડે છે.
પ્રિયંકા ચોપરાએ વિવિધ રંગોના સ્વિમ સૂટ પહેર્યા છે અને તે તેના ટોન્ડ બૉડી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. પ્રિયંકાએ ઘણા વિવિધ પોઝમાં તસવીરો ક્લિક કરી છે. પ્રિયંકા ચોપરાનો આવો લુક તમે પહેલાં ભાગ્યે જ જોયો હશે. જોકે પ્રિયંકા હંમેશાં બોલ્ડ રહી છે, પરંતુ આ વખતે તેની સ્ટાઇલ અલગ છે.
પ્રિયંકા ચોપરાની તસવીરો જોઈને પતિ નિક જોનાસ પણ ઉત્સાહિત થઈ ગયા છે. તેણે તસવીર પર કૉમેન્ટ પણ કરી છે. આ તસવીરો શૅર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'પર્ફેક્ટ હૉલિડે.' લોકો તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણી કૉમેન્ટ પણ કરી રહ્યા છે.
પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'સિટાડેલ' અને 'મૅટ્રિક્સ 4' ઉપરાંત હૉલિવુડના અન્ય ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આ સિવાય તે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ 'જી લે ઝારા'માં પણ જોવા મળશે. આમાં તે પ્રથમ વખત આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે.
જાણો સાવકી બહેન પૂજા સાથે આલિયા ભટ્ટનો સંબંધ કેવો છે?