News Continuous Bureau | Mumbai
Priyanka chopra: પ્રિયંકા ચોપરા એ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે હવે તે તેના પતિ સાથે અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. પ્રિયંકા અને નિકે વર્ષ 2019માં 20 મિલિયન ડોલર એટલે કે અંદાજે 166 કરોડ રૂપિયામાં એક આલીશાન ઘર ખરીદ્યુ હતું. હવે તેમના ઘર ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ ને આ ઘર છોડવું પડ્યું છે. જેનું કારણ વોટર ડેમેજ છે. આ માટે તેમને આ ઘર વેચનાર વ્યક્તિ પર કેસ પણ કર્યો છે.
પ્રિયંકા અને નિક એ છોડ્યું ઘર
મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા અને નિક એ લોસ એન્જલસ માં વર્ષ 2019માં 20 મિલિયન ડોલર એટલે કે અંદાજે 166 કરોડ રૂપિયામાં એક આલીશાન ઘર ખરીદ્યું હતું. પરંતુ પાણી ના કારણે આ ઘરમાં ઠેર ઠેર ભીનાશ અને શેવાળની સમસ્યા સર્જાઈ હતી. જે બાદ કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા અને નિકે મે 2023 માં મકાન વેચનાર પ્રોપર્ટી ડીલર સામે કેસ કર્યો હતો. આ મુજબ, જ્યારથી પ્રોપર્ટી ખરીદાઈ ત્યારથી જ તેના પૂલ અને સ્પાને લઈને સમસ્યા થવા લાગી હતી. વોટરપ્રૂફિંગમાં મુશ્કેલીઓના કારણે ઘરના ઘણા ભાગોમાં શેવાળ અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ હતી.જેને કારણે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમની પુત્રી માલતી મેરી સાથે તેમની અન્ય પ્રોપર્ટીમાં શિફ્ટ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Ashok saraf: દિગ્ગજ મરાઠી અભિનેતા અશોક શરાફ ને આ એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત, મુખ્યમંત્રી એકનાથ શિંદે એ આ વિશે કરી જાહેરાત
પ્રિયંકા અને નિક આ સમસ્યાને કારણે થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ , મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે કપલ ને સમારકામના પૈસા મળવા જોઈએ. આ સિવાય તેમને જે પણ નુકશાન થયું છે તેની ભરપાઈ થવી જોઈએ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટીના સમારકામ માટે 1.5 મિલિયનથી 2.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 13 થી 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે,
આ લક્ઝરી પ્રોપર્ટીમાં સાત બેડરૂમ, નવ બાથરૂમ, તાપમાન નિયંત્રિત વાઇન સેલર, રસોડું, હોમ થિયેટર, બોલિંગ એલી, સ્પા, સ્ટીમ શાવર, જિમ અને બિલિયર્ડ રૂમ છે.