ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
ફિલ્મો ઉપરાંત બોલિવૂડ અને હોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હંમેશાં પોતાની અંગત જિંદગીને કારણે હેડલાઇન્સમાં રહે છે. તે પતિ નિક જોનાસ અને તેના લગ્ન જીવન વિશે પણ ખુલ્લેઆમ બોલે છે. હવે પ્રિયંકા ચોપડાએ બેબી પ્લાનિંગ વિશે મોટી વાત કરી છે. તેણે કેટલા બાળકો જોઈએ છે તે પણ કહ્યું છે.
પ્રિયંકા ચોપડાએ હાલમાં જ મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે પણ ઘણી વાતો કરી હતી. ખરેખર, નિક જોનાસનો ભાઈ જો જોનાસ અને તેની પત્ની સોફી ટર્નર ગયા વર્ષે માતા-પિતા બન્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યું કે તે ક્યારે માતા બનવા જઈ રહી છે. ત્યારે અભિનેત્રીએ આ સવાલનો આશ્ચર્યજનક જવાબ આપ્યો છે.
પ્રિયંકાએ કહ્યું, “મને બાળકો જોઈએ છે. શક્ય તેટલા બાળકો. ક્રિકેટ ટીમ ઉભી કરવી છે. જ્યારે નિક જોનાસ મારી સાથે હોય ત્યારે હું ખૂબ જ સુખી અનુભવું છું. હું મારા વ્યવસાયિક જીવનમાં જ્યાં પણ છું, લોકો મારા વિશે વિચારે છે. હું એક છોકરી છું જે તેનું જીવન શ્રેષ્ઠ રીતે જીવવા માંગે છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે નિક જોનાસ જેવો સાથી મળ્યો છે. આ ઉપરાંત, તેણીએ બંનેની સંસ્કૃતિમાં રહેલા તફાવત અંગે કહ્યું હતું કે, નિક ભારત આવ્યો હતો સામાન્ય દંપતીની જેમ અમારે પણ તકરાર થાય લડાઇ થાય છે પણ નિક મને સંભાળી લે છે. પ્રિયંકાએ કહ્યું, અમારા લગ્નજીવનમાં કંઇપણ ખૂબ મુશ્કેલ નહોતું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ એક અમેરિકન સિંગર છે અને બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી બંને રિવાજોથી થયા હતા.
આપને જણાવી દઈએ કે, પ્રિયંકાએ 2018 માં અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.
