News Continuous Bureau | Mumbai
Priyanka chopra: પ્રિયંકા ચોપરા તેના પતિ અને દીકરી માલતી સાથે અયોધ્યા માં રામલલ્લા ના દર્શન માટે પહોંચી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે પ્રિયંકા ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી બોલિવૂડ માં કમબેક ની તૈયારી કરી રહી છે. અને તે તેના આગામી પ્રોજેક્ટ માટે મુંબઈ માં છે અને મીડિયા રિપોર્ટ મુજબ તેને સંજય લીલા ભણસાલી સાથે પણ વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Tiger shroff: ટાઇગર શ્રોફ એ પુના માં ખરીદી અધધ આટલી કિંમત ની આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ
પ્રિયંકા ચોપરા કરશે બોલિવૂડ માં કમબેક
મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા તેના બોલિવૂડ કમબેક ને કારણે ઘણા ફિલ્મ નિર્માતાઓને મળી રહી છે. તે સંજય લીલા ભણસાલી સાથે પીરિયડ એક્શન ફિલ્મ માટે ચર્ચામાં છે.સમાચાર અનુસાર, પ્રિયંકા ચોપરા એક એક્શન પ્રોજેક્ટ માટે સંજય લીલા ભણસાલીને મળી રહી છે. તેને આ પ્રોજેક્ટ પસંદ આવ્યો છે. તે હવે તેના શેડ્યૂલ અને કોસ્ચ્યુમ નક્કી કરવા ભણસાલી સાથે વાતચીત કરી રહી છે.