News Continuous Bureau | Mumbai
અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની આગામી નવી વેબ સિરીઝ ‘સિટાડેલ’ માટે સતત ચર્ચામાં છે. તે તેના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. આ દરમિયાન તેના વિશે એક નવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પ્રિયંકાએ મુંબઈમાં તેની એક પ્રોપર્ટી વેચી છે, જેના માટે તેને કરોડો રૂપિયા મળ્યા છે. અહેવાલો અનુસાર, પ્રિયંકાના વતી તેની માતા મધુ ચોપરાએ આ પ્રોપર્ટીની ડીલ ફાઈનલ કરી છે.
પ્રિયંકા એ આટલા માં દિલ કરી ફાઇનલ
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની ભારતમાં અને વિદેશમાં પણ કરોડોની સંપત્તિ છે. તે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે લોસ એન્જલસમાં રહે છે. હવે તેણે મુંબઈ ના લોખંડવાલા માં આવેલી તેની એક કોમર્શિયલ પ્રોપર્ટી વેચી દીધી છે. આ મિલકત દંત ચિકિત્સક દંપતી ડૉ. નિતેશ અને ડૉ. નિકિતા મોટવાણી એ ખરીદી છે.પ્રિયંકાની પ્રોપર્ટી 1781.19 સ્ક્વેર ફીટ ના કાર્પેટ એરિયા અને 465 સ્ક્વેર ફીટ ના ટેરેસ એરિયા સાથેની ઓફિસ સ્પેસ છે. દંત ચિકિત્સક દંપતીએ વર્ષ 2021માં પ્રિયંકા પાસેથી આ મિલકત ભાડે લીધી હતી, જે હવે તેઓએ સત્તાવાર રીતે ખરીદી લીધી છે. તે લોખંડવાલા રોડના વાસ્તુ પ્રિસિંક્ટના 2જા માળે છે, જેમાં એક ઓપન કાર પાર્કિંગ વિસ્તાર પણ છે. પ્રિયંકા વતી તેની માતા મધુ ચોપરાએ સાત કરોડમાં આ ડીલ ફાઈનલ કરી છે.
પ્રિયંકા ચોપરા નું વર્ક ફ્રન્ટ
પ્રિયંકા ચોપરાની સીરિઝ ‘સિટાડેલ’ની વાત કરીએ તો તે સતત તેનું પ્રમોશન કરી રહી છે. પ્રિયંકા રુસો બ્રધર્સની વેબ સિરીઝ ‘સિટાડેલ’માં રિચર્ડ મેડન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે, જેમાં અભિનેત્રી એક્શન અવતારમાં જોવા મળશે.પ્રિયંકાની ‘સિટાડેલ’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 28 એપ્રિલ 2023ના રોજ સ્ટ્રીમ થશે.પ્રિયંકા ‘સિટાડેલ’ સિવાય તે ‘લવ અગેન’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તે ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મને ફરહાન અખ્તર ડિરેક્ટ કરી રહ્યો છે.