News Continuous Bureau | Mumbai
Don 3: જ્યારથી ફરહાન અખ્તરે તેની ફિલ્મ ડોન 3 માં શાહરુખ ખાન ને જગ્યા એ રણવીર સિંહ ડોન ની ભૂમિકા ભજવશે તેવી જાહેરાત કરી ત્યારથી શાહરુખ ખાન ના ફેન્સ નારાજ છે. તેમજ ડોન 3 માં રણવીર સિંહ ની એન્ટ્રી થવાથી અભિનેતા ને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ફરહાન અખ્તર ની ડોન 2 માં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હવે જ્યારથી શાહરુખ ખાન ની એક્ઝિટ ડોન 3 માંથી થઇ ત્ત્યારબાદ પ્રિયંકા ચોપરા ના ડોન 3 માં એન્ટ્રી ના સમાચાર વહેતા થયા છે.
આ સમાચાર પણ વાંચોઃ Sanjeev Kumar Death Anniversary: ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, તેલગુ, સિંધી, પંજાબી જેવી ભાષાની ફિલ્મોમાં કર્યુ કામ, પણ આ કારણે ના કર્યા લગ્ન- વાંચો વિગત
ડોન 3 માં થઇ પ્રિયંકા ચોપરા ની એન્ટ્રી
ફરહાન અખ્તર ની ફિલ્મ ડોન 2 માં પ્રિયંકા ચોપરા શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. આ ફીઉલ્મ સુપરહિટ રહી હતી. આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ડેટિંગના સમાચાર પણ આવ્યા, જે પછી કિંગ ખાન અને અભિનેત્રી વચ્ચેના સંબંધોમાં અંતર વધતું ગયું. તે પછી બંને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. હવે શાહરૂખ ખાને ડોન 3 માં કામ કરવાની ના પાડી દીધી છે. ત્યારબાદ અભિનેત્રી પ્રિયંકાએ એન્ટ્રી કરી છે. આ ફિલ્મ માટે સૌપ્રથમ કિયારા અડવાણી અને કૃતિ સેનનને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.