Site icon

વનરાજ ના જીવન માં, અનુપમા-કાવ્યા પહેલા પણ હતી બીજી ગર્લફ્રેન્ડ, ‘અનુપમા – નમસ્તે અમેરિકા’ દ્વારા ખુલશે ઘણા રહસ્યો; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અનુપમાના ચાહકો ની તો બલ્લે બલ્લે થઇ ગઈ છે. કારણ કે હવે તમે અનુપમાની વાર્તા એક નહીં પરંતુ બે અલગ-અલગ રંગોમાં જોવા જઈ રહ્યા છો. અનુપમા અને અનુજના લગ્નનો ટ્રેક, જે ટીવી પર પહેલેથી જ દેખાઈ રહ્યો છે, તેણે ચાહકોને આનંદથી ભરી દીધા છે. કારણ કે અમે અને તમે ઘણા સમયથી ઈચ્છતા હતા કે અનુપમા તેના પ્રેમની પડખે ઊભી રહે અને હવે એવું જ થઈ રહ્યું છે. ફેન્સની આ દિલથી ઈચ્છા પૂરી કરવાની સાથે મેકર્સે એક નવું બમ્પર સરપ્રાઈઝ આપ્યું છે. હા, હવે આપણે અનુપમાના જીવનની તે વાર્તા જોવા જઈ રહ્યા છીએ, જેના વિશે કોઈ જાણતું નથી. અનુપમા – નમસ્તે અમેરિકા દ્વારા, 17 વર્ષ જૂની વાર્તા હવે આપણી સામે હશે, જેને જોવા માટે આપણે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ.

Join Our WhatsApp Community

આખરે 17 વર્ષ પહેલા અનુપમાના જીવનમાં શું બન્યું હતું? 28 વર્ષની અનુપમાના જીવનમાં કયો વળાંક આવ્યો? જાડી બા કોણ હતી? શાહ હાઉસનો પુત્ર વનરાજ હંમેશા વિલન હતો? આપણે બધાને અનુપમા- નમસ્તે અમેરિકા 2007 થી આવા ઘણા પ્રશ્નોના જવાબો મળવાના છે. જો કે, આ દરમિયાન, અમે તમારા માટે શો સંબંધિત એક મોટું અપડેટ લાવ્યા છીએ જે સ્ટારકાસ્ટ સાથે સંબંધિત છે. અહેવાલ છે કે ટીવીની લોકપ્રિય અભિનેત્રી પૂજા બેનર્જી પણ 2007માં પ્રવેશી ચૂકી છે. ટીવીની પાર્વતી એટલે કે પૂજા બેનર્જી હવે અનુપમા દ્વારા દર્શકો સામે આવશે.

આ સમાચાર પણ વાંચો : રશ્મિકા મંદન્ના ને જોઈ અમિતાભ બચ્ચન પર ચઢ્યો ‘પુષ્પા’ નો રંગ, બિગ બી એ 'ગુડબાય'ના સેટ પરથી શેર કરી તસવીર, 'શ્રીવલ્લી' ને ટેગ કરી કહી આવી વાત; જાણો વિગત

હોટસ્ટાર સ્પેશિયલ અનુપમાના આગામી એપિસોડ્સમાં આપણને રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે. જ્યારે અનુપમા 28 વર્ષની હતી ત્યારે શું થયું તે ફ્લેશબેક સ્ટોરીમાં જોવા મળશે. વનરાજ અને અનુપમાના લગ્ન જીવનની મુશ્કેલીઓ વિશે આપણે બધા જાણીએ છીએ. વનરાજ અને અનુપમાને ત્રણ સંતાનો હોવા છતાં તેમની વચ્ચે પ્રેમનો અભાવ હતો. જૂની વાર્તામાં વનરાજની લવ લાઈફ પણ સામે આવશે. જ્યાં અભિનેત્રી પૂજા બેનર્જીને વાર્તામાં વનરાજની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવવા માટે લેવામાં આવી છે. હવે દર્શકોને વનરાજ અને તેની એક્સ ગર્લફ્રેન્ડનું જૂનું પ્રેમ સમીકરણ જોવા મળશે.'દેવોં કે દેવ મહાદેવ'માં પાર્વતીનું પાત્ર ભજવનાર પૂજા બેનર્જી લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પૂજા બેનર્જી અત્યાર સુધી ઝલક દિખલાજા, કુબૂલ હૈ, કોમેડી નાઇટ્સ બચાવો જેવા ઘણા શોમાં જોવા મળી છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા પ્રિક્વલમાં વનરાજ સાથેની તેની બોન્ડિંગ દર્શકોને કેટલી ગમશે.

 

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version